________________
૮૪
–
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
380
જેણે શ્રી જૈનશાસન પામવું હોય અને પામીને પાળવું હોય, તેણે લોકની અયોગ્ય પરંપરા, લોકની ધર્મનાશક વાતો અને લોકની અહિતકર પ્રણાલિકાઓને તજવી જ જોઈએ ન જાય તો આ પરિણામ પમાય નહિ, એટલે કે શાસન પામી શકાય નહિ અને કદાચ પુણ્યયોગે શાસન મળી જાય તો પણ આરાધી ન શકાય.
આ જ કારણે મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા શ્રી સીમંધરસ્વામીના સ્તવનમાં શ્રી સીમંધરસ્વામીની સ્તવના કરતાં લખે છે કે
‘તુજ વચનરાગ સુખ આગળ, નવિ ગણું સુર-નર શર્મ રે; કોડી જો કપટ કોઈ દાખવે, નવિ તજું તો એ તુજ ધર્મ રે?
સ્વામી સીમંધર તું જયો ” “હે શ્રી સીમંધર સ્વામિનું! તું હમેશાં જયવંત છો. તારા વચનના રાગરૂપ સુખની આગળ હું દેવતાઓના કે મનુષ્યોના સુખને ગણતો નથી. જો કોઈ
કોટિ કપટ બતાવે તો પણ હું તારા ધર્મને તો ન જ તાજું.' પૂર્વના આત્માઓએ જે આરાધના કરી તે તે બધી આવી શ્રદ્ધાના બળથી જ. એ આત્માઓને લોકની ભાવના ટક્કર મારી શકતી નહોતી. એમને એવા પ્રસંગે લોકદશામાં મૂંઝવણ થતી નહોતી. આપણને શ્રી જિનેશ્વરદેવના શાસનની જરૂર હોય, તો શા માટે ? લોકથી છૂટવા માટે ! લોકથી છૂટવા માટે શાસનની જરૂર, અને લોકને વળગવા જવું એ કેમ બને ? લોકહેરીની ભાવના ન ખસે, ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવનાં વચનોમાં વસવસો પેદા થયા કરે, કારણ કે લોકહેરીમાં પડેલાનું કથન, રીતભાત અને સમ્યક્ત વગેરે બધું જ ન્યારું : અને લોક કરી છૂટે તો બધી જ વાસનાઓ ખરી પડે, એટલે તે પછીનું કથન, રીતભાત અને સમ્યક્ત વગેરે પણ ન્યારું. પોતાના મનાતામાં પણ જેનામાં અયોગ્યતા દેખાય, તેનો ત્યાગ કરવાનું જ્ઞાની કહે છે, તો લોકની તો શી વાત ? પણ અનાદિ કાળની ગાઢ વાસના છે, ગાઢ પરિચયે, એટલે આ વાત એકદમ કેમ પરિણામ પામે ? પામે એને ધન્યવાદ. આ પામવા માટે હેય, અને ઉપાય પદાર્થોના પરિજ્ઞાનની જરૂર, તે માટે વિશિષ્ટ વિવેકની જરૂર અને એવા વિવેક માટે શ્રી વીતરાગદેવના ઉપદેશની જરૂર. આપણી મતિ કેટલી ? જેટલી મતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org