________________
૭ : આત્માને સબળ બનાવો ! - 27
તેટલો જ વિચાર આવે. આપણે રાગમાં છે. પણ ઓછા નથી, દ્વેષમાં પણ અધૂરા નથી અને મોહમાં પણ પૂરા છીએ. આપણામાં આ ત્રણે દોષો પૂરજોશમાં ખીલેલા છે, એટલે એમાંથી વિચાર કયા આવે ? એ વિચાર મુજબ ચાલવાનું નક્કી કરીએ, તો ક્યાં જઈ ઊભા રહીએ ? -એ ખૂબ વિચારો ! એનો બરાબર વિચાર કરી - ‘જીવનશુદ્ધિ અને પરિણામે આત્માની સાચી મુક્તિ માટે શ્રી વીતરાગદેવની આજ્ઞાઓનો સાચો પ્રેમ કેળવ્યા સિવાય છૂટકો જ નથી.' - આ ભાવનાને અખંડિત ટકાવી રાખવી હોય, તો લોકની સઘળી વાસનાઓને ખસેડવાનો નિશ્ચય કરવો જ પડશે.
361
પ્રાપ્તિ કરતાં ટકાવ મુશ્કેલ !
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરતાં તેનો ટકાવ ઘણો કઠિન છે. વ્યવહારમાં પણ જુઓ કે લક્ષ્મી ન મળી હોય ત્યાં સુધી તો જ્યાં ત્યાં ખાવું, ઓટલે પડી રહેવું, -એ બધું પાલવે, પણ લક્ષ્મી આવી એટલે એ નહિ પાલવે. પ્રાપ્તિ કરતાં રક્ષણ બહુ કઠિન છે. દુનિયાના પદાર્થો મેળવવાની ઇચ્છા, એ આર્તધ્યાન અને મળેલી વસ્તુને ટકાવી રાખવાની ઇચ્છા એ રૌદ્રધ્યાન ! ભિખારીને ભીખ ન મળે ત્યાં સુધી તો માગવાની ઇચ્છા થાય, પણ મળી જાય એટલે કે ઠીકરામાં પડે, તે પછી કોઈ લેવા આવે તો મા૨વાની ઇચ્છા થાય. એ ઠીકરું ખાલી હોય ત્યાં સુધી ઠીકરું ખાલી છે એટલું જ, પણ ઠીકરામાં પડ્યા પછી તો કોઈ સામેથી અમથો આવે, તો પણ લેવા આવતો માનીને જૂઠું બોલવાની અને તેથી પણ ન બચાય તો આવનારને મારવાની પણ ભાવના થાય. આ બધી વસ્તુઓ ફોડ પાડીને સમજાવવાનું કારણ એ જ છે કે દુનિયાના પદાર્થો જે મળ્યા હોય તેનો ત્યાગ કરો અને આસક્તિ આદિના યોગે ત્યાગ ન કરી શકતા હો, તો પણ એમાં મૂંઝાઈ ન જાઓ. મૂંઝાઈ જાઓ તો આત્માના ગુણો દબાઈ જાય.
૮૫
સમ્યગ્દર્શન મળી ગયા પછી એને સાચવવું જ હોય, તો લોકવાસનાઓથી જરૂર અળગા બનવું જ જોઈએ. ત્યાં ‘શું કરીએ ?-શું કરીએ ?’ એમ બોલાય એનો અર્થ એ કે જે સમ્યગ્દર્શન મળેલું છે તેની કિંમત સમજાઈ નથી. દુનિયાદારીનો પદાર્થ કે માલ જતી વખતે ‘શું કરીએ ?' એમ થાય છે ? ચાલે ત્યાં સુધી તો નહિ જ થાય. ન છૂટકે છેવટે સાચવી ન શકાય, ત્યારે ‘શું કરીએ ?' - એમ થાય એ વાત જુદી છે, પણ ત્યાં પણ ‘શું કરીએ ?’ -એમ કહેતાં નવ નેજે પાણી ઊતરે. એ ‘શું કરીએ ?' શબ્દ જોરથી ન નીકળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org