________________
૨૩૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ –– – કા નમસ્કારથી પણ આની માત્રા વધી જાય છે. આજ્ઞામાં પૂજા આવે કે નહિ ? આવે જ. પૂજામાં આજ્ઞા હોય પણ અને ન પણ હોય. પૂજા કરનાર આજ્ઞા ન માને તો ? આજ્ઞા પાળનાર ધર્મ કે માત્ર પૂજા કરી આજ્ઞા ન પાળનાર ? કહેવું જ પડશે કે, આજ્ઞાનો પાળનાર જ સાચો ધર્મ છે.
ભગવાન શ્રી મહાવીરદેવ કોણ ? સિદ્ધપુરુષ - મોક્ષમાર્ગના દર્શક ! ઊંચકીને લઈ જનારા ન કહેતા ! એમની આજ્ઞા શા માટે ? મોક્ષ માટે ! એમની આજ્ઞા કઈ હોય ? ભોગની, રંગરાગની હોય ? નહિ જ ! એમની આજ્ઞામાં આત્મા રંગાયો કે મોહની સેનામાં નાસભાગ થાય જ. મોહને મુંઝવણ જ થાય.
અનાર્ય દેશનો પાટવીકુંવર આદ્રકુમાર, શ્રી અભયકુમારે મોકલેલી શ્રી જિનેશ્વરદેવની મૂર્તિને જોઈ કે ઝબક્યો . એવો ઝબક્યો કે માતાપિતા પણ સમજ્યાં કે કુમાર પલટાયો. રૂપરંગ ફર્યા નહોતા, પણ ખાવા, પીવા, બેસવા, ઊઠવાની એની બધી ક્રિયા લુખી થઈ ગઈ હતી. દેશ, જાતિ કુળ અનાર્ય હતાં છતાંય મૂર્તિદર્શનના યોગે ભાવના આર્યપણાની થઈ ગઈ. આજ્ઞાધીન આત્માની સંસારની ક્રિયા લુખ્ખી હોય કે રસમથી ? આજ્ઞાનો રંગ એ જ ભભૂતિ ! જો બીજી ભભૂતિ હોત, તો તો કોઈને સંસારમાં રહેવા ન દેત અને એવી ભભૂતિથી આવનાર પણ શું કરે? ચાર દિવસ રહે, પણ વાળ ખેંચાવવા પડે ત્યારે ! જુઓ આ નાના સાધુઓ કેવો લોચ કરે છે? એ ભાવના વિના કે ઇચ્છા વિના શક્ય છે ? માટે કહું છું કે પૂર્વના સંસ્કારોને સમજતાં શીખો. શ્રી જિનેશ્વરદેવના શાસનના સાધુપણાને ઓળખો. ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચ જેવું છે. ઊંચું ચારિત્ર, ઘણું ઊંચું ચારિત્ર ગયું, પણ જે રહ્યું છે એની પણ જોડી નથી. અહીં રંગરાગ નથી કે ગાદીનો વારસો નથી. એટલે “આજ્ઞાનો અખંડ રંગ' એ સાચી ભભૂતિ છે. એ કોને લાગે ? સંસારની ક્રિયા જેની લખી પડી હોય તેને જ લાગે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org