________________
શ
- ૪ : ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા - 24 -
-
૪૩
પરિણામ છે. જે ચીજની ભાવના થતી નથી, તેને માટે સહન કરવાની ઇચ્છા પણ થતી નથી. જોકે તમે સહન કરવામાં પાછા પડો એમ નથી, એ તો હું પણ કહું છું, પણ તમારું ઇષ્ટ તમે જ્યાં માન્યું હો ત્યાં જ ! તમારા જેવું અપમાન ગળતાં, તિરસ્કાર ખમી ખાતાં, ભાગ્યે જ બીજાને આવડે. તમારા પર ઉપાધિના ગંજના ગંજ છે, પણ એ તમને ઉપાધિરૂપ નથી લાગતા, એ કેટલી તાજુબીની વાત ! શાથી ? ત્યાં ઇચ્છા તન્મય બની છે. એવી ઇચ્છા જેમને અહીં ધર્મમાં થઈ છે એમણે એવી આપત્તિઓ અહીં પણ આનંદપૂર્વક સહી છે. આત્માની વૃત્તિ તન્મય ન થઈ શકે, ત્યાં સુધી આત્મા ઉપસર્ગ-પરીષહ સહેવામાં ધીર નથી બની શકતો.
જ્ઞાની કહે છે કે પુરુષાર્થ ચાર : ધર્મ, અર્થ કામ અને મોક્ષ. ધર્મ અને મોક્ષની પ્રાપ્તિમાં મુસીબત છે અને અર્થ-કામની પ્રાપ્તિમાં મુસીબત નથી એમ નહિ. અર્થ અને કામ પણ કંઈ દોડ્યા આવતા નથી, એને મેળવવા, સંભાળવા, સાચવવા શું શું કરવું પડે છે, તેનો તમને પૂરતો અનુભવ છે. જ્ઞાની કહે છે કે પુરુષાર્થપણું ચારેમાં સમાન છતાં, આત્માની જે પ્રવૃત્તિ અર્થ તથા કામમાં થાય છે, તેટલી ધર્મ કે મોક્ષમાં થતી નથી. અર્થ અને કામ માટે દુનિયા ઓછા ઉપસર્ગ સહી રહી છે? રાજ્યના સમ્રાટો કહેવાતાને પણ કાંઈ ચિંતા કે મુશ્કેલી ઓછી છે? હું રાજા, એ ભાવના ન હોય તો તે જીવે નહિ. “હું રાજા,’ એ ભાવનાથી એ જીવે છે. એ હુંપદ મનમાં આવે, એટલે આપત્તિ બધી ભૂલી જવાય. “હું રાજા', એ શબ્દમાં એટલો બધો નશો છે કે તેનો સેવક આપત્તિમાત્ર ભૂલી જાય. મોહદૃષ્ટિવાળા આત્માને અર્થ અને કામમાં એટલી તન્મયતા થઈ છે, હૃદય એમાં એટલું લીન બન્યું છે કે એને બહારની આપત્તિ એ આપત્તિ લાગે જ નહિ. તેવી જ જિજ્ઞાસા ધર્મમાં પેદા ન થાય, ત્યાં સુધી આ વચનો હૈયામાં ન ઊતરે. માટે ધર્મ લેનાર અને દેનાર બંનેની એક જ ધ્યેયમાં તન્મયતા હોવી જોઈએ.
કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાને વીતરાગ સ્તોત્રમાં કહેવું પડ્યું કે -
શ્રા શ્રોતા સુવીર્વા, યુવાતાં ચીઝ ! | त्वच्छासनस्य साम्राज्यमेकच्छत्रं कलावपि ।।"
- વીતરા સ્તોત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org