________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
“હે પ્રભુ ! શ્રદ્ધાળુ સાંભળનાર અને બુદ્ધિમાન વક્તા હોય તો તારા શાસનનું એકછત્રી સામ્રાજ્ય આ કલિકાલમાં પણ થઈ શકે તેમ છે.” સંસાર નિઃસાર છે ઃ
૪૪
જે વસ્તુ મેળવવી છે તે પ્રત્યે સદ્દભાવ ન જાગે, મેળવવાની ઇચ્છા ન થાય, ત્યાં સુધી કહેનારનું કહેલું સફળ નથી થતું. શબ્દોના અનેક અર્થ થાય, તો વાક્યના કેટલા થાય ! દૃષ્ટિ તેવો અર્થ : કહેનારનો આશય ભગવાનના માર્ગને અનુસરતો અને સામાના હિત માટે હોવો જોઈએ !
320
એક જ સમયે વરસતું એક જ જાતનું પાણી : માનો કે સ્વાતિ નક્ષત્ર સમયે વરસતા પાણીનું ટીપું, છીપમાં પડેલું મોતી થાય, સર્પના મુખમાં પડેલું ઝેર થાય, રસાળ જમીનમાં પડેલું ફળરૂપ થાય, ઉખર જમીનમાં પડેલું કાદવરૂપ થાય, ત્યાં દોષ કોનો ? પાણીનો કે પાત્રનો ? પાણીમાં તો એ જ ગુણ કે મળને ધોવો, મળવાળા પદાર્થને નિર્મળ ક૨વો, ગરમીવાળા પદાર્થને ઠંડો કરવો. અશાંતને શાંત કરવો. પાણીનો તો એ જ ગુણ, પણ પાત્રમાં જુદા જુદા ગુણ છે. લેનાર પાત્ર અયોગ્ય હોય ત્યાં પાણી શું કરે ? સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ ૨ખાય, નહિ તો પાત્ર ફાટી જાય. એમાં દોષ દૂધનો કે તે પાત્રની નિર્બળતાનો ? એ જ રીતે ધર્મના ઉપદેશ માટે યોગ્ય પાત્ર જોઈએ.
ધર્મનો ઉપદેશ સાંભળવા માટે પ્રથમ જિજ્ઞાસા પેદા થવી જોઈએ. અને એ જિજ્ઞાસા પાત્રતા લાવનારી છે એથી જ જ્યાં બેઠા છો તે સંસાર ખરાબ લાગવો જોઈએ. સંસારની અસારતાની ભાવના અંશે પણ થયા વિના ધર્મ તરફ પ્રેમ ન જ થાય. અને એ ધર્મપ્રેમ વિના ધર્મ તરફ સદ્દભાવ નથી જાગતો. જેટલા પ્રમાણમાં સંસારની અસારતા હૃદયમાં ઊતરે, તેટલા પ્રમાણમાં ધર્મ તરફ સદ્ભાવના જાગે, તો પછી ધર્મના કહેનારે સંસારની અસારતાથી શરૂઆત ન કરવી, તો ક્યાંથી કરવી ? મૂળમાં સંસારમાં લેપાયેલા તો હોય, ત્યાં કઈ શરૂઆત થાય ? ધર્મના ઉપદેશકે, શરૂઆત સંસારની અસારતા બતાવવાથી જ કરવી જોઈએ. એમ ન કરે તો વાસ્તવિક રીતે ઉપકાર કરી ન શકે.
સાંભળનારમાં જે સંસારની અસારતા ન જાણતો હોય, તેને પૂરી જણાવવા માટે કહેવું જ પડે. જે ચીજ ધર્મને બાધક હોય એ બાધકરૂપે ન સમજાય, તો આત્મા ધર્મ પામે જ નહિ : પામે તો બિચારા પાસે ટકે નહિ. અસારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org