________________
31
– ૪ : ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા - 24 ––
૪૫
અસાર તરીકે ન માને, ન મનાવે, તો કદી ધર્મમાં જોડાય તો પણ ટકે તો નહિ જ. ભવનંગુષ્ય તો લાગવું જ જોઈએ, પછી ભલે સંસ્કારથી, અભ્યાસથી કે જ્ઞાનયોગે : યેનકેન પ્રકારે ભવની નિર્ગુણતા લાગવી જોઈએ. નિર્ગુણ ચીજમાં સગુણપણાનો આરોપ થાય તો અનર્થ થાય, એમાં પ્રશ્ન જ શો ? આથી તમે સમજી શકશો કે જે મુનિવેષમાં રહેલાઓ આજે સંસારને સુંદર તરીકે વર્ણવી રહ્યા છે અને સંસારની અસારતાનો વિરોધ કરી રહ્યા છે, તેઓ મુનિ તરીકે પૂજાવાને લાયક નથી જ. દોષિતમાં ગુણનો આરોપ ભયંકર છેઃ
કોઈ કહે કે “શ્રી જિનેશ્વરદેવની મૂર્તિમાં કાંઈ જિનેશ્વરદેવના ગુણો નથી. તો પણ જેમ મૂર્તિમાં ગુણનો આરોપ કરવાથી લાભ થાય છે, તેમ તથા પ્રકારના ગુણહીન મુનિમાં મુનિના વેષથી મુનિપણાનો આરોપ કરીએ એમાં વાંધો શો ?”
શાસ્ત્ર કહે છે કે નિર્દોષ જિનમૂર્તિમાં જિનપણાનો પણ આરોપ થાય.” અને આનો વધુ ખુલાસો કરતાં શાસ્ત્ર કહે છે કે “જિનમૂર્તિમાં ભલે એ ગુણ નથી, પણ દોષ તો નથી જ ને ? નિર્દોષ ચીજમાં ગુણારોપ કરી પૂજાય તો લાભ આપે, પણ દોષવાળી ચીજમાં ગુણનો આરોપ કરી, એને પૂજાય તો દોષની પુષ્ટિ થાય અને તેથી બેયને સંસારમાં ભમવાનું થાય.' જેનામાં દોષ હોય એ પણ તેમાંથી પાછો ન ખર્સ, કારણ કે એને એમ થાય કે મને શી ચિંતા છે? મને પણ માનનારા ઘણા છે, એટલે પરિણામે બેય જણા દોષોદધિમાં ડૂબી જાય.
ભવમાં સારાપણાનો આરોપ એ ભયંકર વસ્તુ છે. ભલે સંસારમાં રહ્યો હોય, સંસારમાં રહીને ધર્મની કાર્યવાહી પણ કરતો હોય, છતાં ગમે તે સંયોગોમાં પણ એમ તો ન જ કહેવાય કે સંસાર વસવા જેવો છે, રહેવા જેવો છે. કોઈ પૂછે કે કેમ વસ્યા ? તો કહેવું જ જોઈએ કે દુર્ભાગ્યે. અરે, એથી વધારે સ્પષ્ટ ઉત્તર તો એ કે આસક્તિ અને તેનાથી ઉત્પન્ન થયેલી શિથિલતાના યોગે. સમ્યગ્દષ્ટિ આમ કહે, પણ એના ઉત્તરમાં એમ તો ન જ કહે કે રહેવામાં શો વાંધો ?' મુદ્દો એ જ છે કે જે વસ્તુમાં જેનું આરોપણ ન થવું જોઈએ તે ન જ થાય. આથી સ્પષ્ટ છે કે જ્યાં બેઠા છો ત્યાં શંકા થાય, તો જ ધર્મ તરફ સાચી સદ્ભાવના પ્રગટ થાય.
શ્રી કુમારપાળ મહારાજા આરતી ઉતારવાના અવસરે પ્રભુના અંગ ઉપર પોતે રચેલી પુષ્પની અંગરચના જોતાં જોતાં તલ્લીન બની ગયા, પણ સર્વ ઋતુનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org