________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
પુષ્પોના અભાવે તેવા પ્રકારની શોભાથી રહિત અંગરચના જોવાથી ખિન્ન બનીને
વિચારે છે કે :
૪૭
“X X X X
मयेदमिन्दुप्रभमत्र कारितं, हर्षप्रकर्षाज्जिनचैत्यमुन्नतम् ।। १ ।
वरं सर्वर्तुजैः पुष्पैर्न पूजासम्भवोऽभवत् । तेन हर्षप्रकर्षोऽपि, विफलो मे ह्यजायत ।। २ ।।
धन्यास्ते चक्रवर्त्याद्याः, सर्वद्वर्या जिनपूजकाः । येषां ह्यनेकाः सर्वर्तु-पुष्पपूर्णाः सुवाटिकाः ।। ३ ।। अधन्यशेखरो नून - महं राजेति नामभूत् । થયેલપિ નોધાનં, સર્વતુપતિમઋિતમ્ ।। ૪ ।। अहं नाम्नैव श्रद्धालु-र्लोके ह्यात्मम्भरिः सदा । જ पुष्पपूजाऽपि नो कर्तुं, पार्यते यद्यदृच्छया ।। ५ ।। विना माध्यन्दिनीमच-मचर्च्य रचनोज्वलाम् ।
न कर्तुं पूज्यते युक्त्या, भक्तिर्मुक्तिं वियासताम् ।। ६ ।। मोक्तव्यं जीवितं ह्येतदेकदा कार्यसिद्धये ।
"
तत्तादृशार्हणा सिद्धये, मुक्तं तु श्लाघ्यतां भजेत् ।। ७ ।।
‘મેં અહીં હર્ષના પ્રકર્ષથી ચંદ્રમાની પ્રભા જેવી પ્રભાવાળું ગગનચુંબી મંદિર બનાવ્યું, પરંતુ સર્વ ઋતુનાં પુષ્પોથી હું પૂજા નથી કરી શકતો, તેથી મારા હર્ષનો પ્રકર્ષ પણ નિષ્ફળ થયો છે.’
‘સર્વ ઋદ્ધિથી શ્રી જિનેશ્વરદેવની પૂજા કરનારા તે ચક્રવર્તી વગેરે ધન્યવાદને પાત્ર છે, કે જેઓની પાસે સર્વ ઋતુનાં પુષ્પોથી પૂર્ણ અનેક સુંદર વાટિકાઓ (બગિચાઓ) છે.’
‘ખરેખર અધન્યશેખર એવો હું ‘રાજા’ આવા નામને જ ધારણ કરનારો છું, કે જેની પાસે સર્વ ઋતુઓથી પરિમંડિત એક પણ ઉદ્યાન નથી.’ ખરેખર હંમેશાં આત્મભરી એવો હું લોકોમાં માત્ર નામે કરીને જ શ્રદ્ધાળુ છું, કે જેથી ઇચ્છા મુજબ પુષ્પપૂજા કરવાની પણ શક્તિ નથી ધરાવતો.’ ‘રચનાએ (આંગીએ) કરીને ઉજ્વળ એવી મધ્યાહ્નકાળની પૂજા કર્યા વિના, મુક્તિમાં જવાની ઇચ્છાવાળા આત્માઓને ભોજન કરવું એ યુક્તિયુક્ત નથી.’
‘એક વખત કાર્ય સિદ્ધિ માટે આ જીવિત મૂકવાને જ યોગ્ય છે, તો પછી તેવા પ્રકારની પૂજાને માટે નિર્માયેલું આ જીવન શ્લાધ્યપણાને ભજે છે.’
Jain Education International
For Private & Personal Use Only
322
www.jainelibrary.org