________________
૫ઃ સુખ સંસારનું અને મોક્ષનું
25
• વિષયજન્ય સુખ દુઃખનાં કારણ છે : • દુઃખના અંશ વિનાનું સુખ કયાં છે? • પુણ્યાનુબંધી પુણ્ય વળાવા સમાન છે : • ગુણ અને ગુણાભાને ઓળખો! • નાટકિયા જેવા મધ્યસ્થ ન બનો :
રાજા ભોજ અને પંડિત શ્રી ધનપાલ : • પ્રશંસાનો વિવેક : • સમ્યગ્દર્શન એ સાંકળ છે !
શ્રી શાલિભદ્રનો પૂર્વવૃત્તાંત : • સુસંસ્કાર માટે બાળક વધુ યોગ્ય છે !
વિષય:- શસ્ત્રપરિજ્ઞાવિવરણમ્ - પીઠિકા ચાલુ
‘દુઃખ ન જોઈએ તેણે સંસાર ઉપર ચાહના ન રાખવી જોઈએ, કારણ સંસાર પોતે દુઃખરૂપ છે, એને સેવવાથી દુઃખનું જ ફળ મળે છે અને એ ફળનો આસ્વાદ લેતાં દુ:ખની સાંકળ ચાલ્યા જ કરે છે.” આ વાતની આસપાસ વિહર્યા બાદ આ પ્રવચનમાં “દુઃખના અંશ વિનાનું, સ્વાધીન અને સદાયનું સુખ ક્યાં છે એ વાત જણાવવાનો સફળ ઉદ્યમ થયો છે. “સંસાર અને મોક્ષમાં પણ મુનિ સમચિત્તવાળા હોય એનો મતલબ એવો નથી કે મુનિ સંસાર અને મોક્ષને બેયને સારા માને છે', વગેરે વાતો જણાવી પુણ્ય, પુણ્યાનુબંધી હોય તે જ કામનું બાકી નકામું” એ વાત કહી. ગુણ અને ગુણાભાસનો ફરક ન જાણીએ તો નુકસાન જાતને જ છે એ વાત પણ કહી. એ માટે ધનપાલ કવિ અને રાજા ભોજ તેમજ આગળ વધી શાલિભદ્રના પૂર્વભવના ખીરદાનનો પ્રસંગ વર્ણવી પ્રવચન પૂર્ણ કર્યું છે.
મુવાક્યાતૃd • રોજ ઔષધની જરૂરને સુખ માનનારા મૂર્ખાઓ, ભલે તેમાં સુખ માને, બાકી વસ્તુતઃ તેમાં સુખ
નથી જ. • મોક્ષનું સુખ અનિર્વચનીય છે, એ સુખ શબ્દમાં વર્ણવાય તેવું નથી. • મુક્તિ એટલે તો પુદ્ગલના સંસર્ગમાત્રનો અભાવ, એટલે કે કેવળ સ્વસ્વરૂપમાં રમણતા. • દુઃખના લેશ વિનાનું, દુઃખના પરિણામ વિનાનું, કાયમ રહે તેવું સુખ, જો અહીં મળતું હોય તો મોક્ષની ગરજ નથી. ભોગની અભિલાષા વિના ધર્મ કરે તેને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. એવો ધર્મ મુક્તિ આપે, મુક્તિ
ન આપી શકે ત્યાં સુધી મુક્તિ આપે એવાં સાધનો આપે. ૦ પાપ એ લૂંટારો છે અને ભોગની જ આશાથી કરાતો ધર્મ, એ વસ્તુતઃ અધર્મ હોવાથી એ પણ
લૂંટારા જેવો જ છે! • પરિણામે લાભ આપે તે ગુણ. જેનું પરિણામ ભયંકર, તે દેખીતો ગુણ હોય તો પણ ગુણાભાસ. • ખોટાની પ્રશંસા કરવાની ઊર્મિ જાગે, એટલે સઘળા સદ્ગુણો આપોઆપ નાશ પામવા માંડે છે. ૦ મનુષ્ય મનુષ્યપણામાં રહે તો કલ્પતરુ અને મનુષ્યપણું મૂકી દે તો જાલિમ જુલમી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org