________________
પર
–
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
328
બીજાને સારું કરવા દે નહિ, અને સારું કરવાનું કહેનારનો જાન લેવા સુધીની કાર્યવાહી પણ કરે, તેવાને સુધારવા માટેના પ્રયત્નનું પરિણામ હાનિકર જ થાય છે. માટે વિપરીતગામી આત્માઓને આધીન થયા વિના, જ્ઞાની પુરુષોના કથન મુજબ પડવાની બીકે સ્વાદ વિના રહી ન જાઓ, જીવનમાં થોડો સ્વાદ લઈ લો, આયુષ્ય થોડું છે. બાલ્યકાળમાં ન લઈ શકયા, યૌવન પણ ગયું હોય, તો હવે તો સ્વાદ લેવા જેવો છે. તમારી બા કીની બુદ્ધિ હવે અહીં ખરચો જેથી ભવાંતરમાં બાલ્યકાળમાં પણ ઉદય આવે. તમે આ સ્વાદ લો ! ઢીલા ન થાઓ. ‘કેમ થાય, કેમ થાય'-એમ ન કરો, પણ “કેમ ન થાય' એમ કહો. થોડી પણ આરાધના ફળ્યા વિના નથી રહેતી. થોડી પણ આરાધના અવશ્ય ફળે છે !
અનાર્ય દેશમાં અનાર્યદેશના પાટવીને શ્રી જિનમૂર્તિ મળી અને ફળી, એ શાના યોગે ? પૂર્વની આરાધનાના યોગે. પૂર્વભવે સંયમ પાળ્યું હતું, સંયમની વિરાધનાના યોગે અનાર્યદેશમાં ઉત્પન્ન થયો, પણ શ્રી જિનમૂર્તિ મોકલનાર શ્રી અભયકુમાર જેવા મિત્ર મળ્યા, એ શાના યોગે ? પૂર્વની આરાધનાના જ યોગે.
એક શેઠે પોતાના દીકરાને ધર્મના વિરોધી જોયો. રોજ કહે કે દેરે જા, ગુરુને વંદન કર , વ્યાખ્યાન સાંભળ, પણ પેલો માને નહિ, ઊલટો યતદ્ધા બકે. શેઠે જાણ્યું કે મારો દીકરો સંસ્કાર વિના રહે એ ખોટું બારણું નીચું કરાવ્યું અને અંદર સામે જ શ્રી જિનેશ્વરદેવની આકૃતિ રખાવી. હવે હંમેશ વાંકું વળવું જ પડશે. અંદર ગયા પછી માથું ઊંચું કરે એટલે સામે મૂકેલી આકૃતિનાં દર્શન થઈ જ જાય. એવી રીતે આયુષ્ય પૂર્ણ થયે એ સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્યે થયો, ત્યાં શ્રી જિનમૂર્તિના આકારના મત્યને જોઈ તે સમ્યકત્વ પામ્યો. આમ માત્ર અનિચ્છાએ કરેલાં શ્રી જિનમૂર્તિનાં દર્શન પણ એ આત્માને ફળ્યાં. માટે જો તમે તમારા આત્માની લેશ પણ ચિંતા કરતા હો, તો પતનનો “હાઉ” બતાવનારાઓની ઉપેક્ષા કરી પોતાના આત્માની ચિંતા કરતાં શીખો, અને આત્માની પ્રત્યેક ક્રિયા જ્ઞાનીએ કહેલા માર્ગે જ ગતિમાન થાય તેવી શક્તિ કેળવો!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org