________________
37
– ૪: ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા - 24 ––
૫૧
પડવાની બીકે ચડવાનું બંધ ન કરવું જોઈએ :
જ્ઞાની કહે છે કે, પડવાની બીકે નહિ ચડેલા કરતાં શુદ્ધ ભાવનાપૂર્વક ચડીને કર્મના યોગે પડેલા ઘણા ઊંચા છે. પક્ષી પણ માળો કરે, ભાંગી જાય છતાં ફરી કરે, તો સુખે રહી શકે. પડી જવાની બીકે બાળકનો પગ જ માબાપ ન મંડાવે, તો બાળક પાંગળો થાય કે ચાલતો ? ચડીને પડ્યા એણે તો સ્વાદ ચાખ્યો : ખીર ખાધી હોય એને ઊલટી થાય તોય મીઠાશ આવે. ભલે એક વાર ન પચે પણ બીજી વાર ખીર આવે ત્યારે પ્રમાણસર ખાય, પણ ચાખી જ ન હોય તો ?
એક રબારીનો છોકરો શેઠિયાના છોકરા સાથે રમવા જતો. ત્યાં બીરની વાત સાંભળી, માતા પાસે ખીર માગી. માતા આટો ને પાણી હલાવી ઘોળી ખીર કરી આપતી, તેને એ બાળક ખીર માનીને પી જતો. એણે હજુ ખીરનો સ્વાદ જાણ્યો ન હતો. એક વખત એને કોઈ સાથે રમનારા છોકરાએ ખીર ચખાડી, કે ઝટ એને થયું કે મારી માતાએ મને આજ સુધી ઠગ્યો. સાચી ખીર તો આ. આવી સાચી ખીર ન મળી, ત્યાં સુધી તો એ ઠગાયો પણ હવે ઠગાય ? તરત જ માતા પાસે આવીને સાચી ખીરની માગણી કરી. આપણો મુદ્દો એ છે કે એકવાર ચડીને પડેલા પણ આત્મા પાછા ઊંચા આવ્યા વિના ન રહે. માટે પડવાની ખોટી બીકે ઉત્તમ વસ્તુનો આસ્વાદ ન ચૂકો. પડવાનો હાઉ બતાવી ખસેડનારાને આધીન ન થાઓ. નઠોર વિદ્યાર્થી પણ જો એકવાર પહેલો નંબર આવી જાય, તો જુઓ પછી મજા ! પહેલા નંબરની સ્થિતિનું એને ભાન નહોતું, ત્યાં સુધીની વાત જુદી, પણ પછી તો એને થાય કે પહેલો નંબર થવામાં તો મજા છે. માસ્તર પણ પૂછે, માસ્તરની ગેરહાજરીમાં મોનિટરની પદવી મળે, પછી એ વિદ્યાર્થી એવો ભણે કે તે નંબર જાય જ નહિ. પણ નઠોર વિદ્યાર્થીમાં એક ખોડ જ એ કે પહેલો નંબર આવે નહિ.
નઠોર વિદ્યાર્થીના ગુણ જાણો છો ? તે મોડો આવે, વહેલો તો આવે જ નહિ, આવીને પણ ભણનારાને હેરાન કરે, માસ્તર ઠપકો આપે તો ગાંઠ વાળે કે બચ્ચા ! બહાર નીકળજે, પથરાથી માથું જ ફોડી નાંખ્યું. માસ્તર પણ એવા છોકરાને સતાવે નહિ. છોકરાઓને પણ કહી રાખ્યું હોય કે એની ફરિયાદ મારી પાસે લાવવી નહિ. શાસ્ત્ર પણ એવા આત્માની ઉપેક્ષા કરવાનું કહે છે. પ્રયત્નથી ભલું થતું લાગતું હોય ત્યાં ઉપેક્ષા નહિ, પણ તદ્દન નઠોરની તો ઉપેક્ષા, કે જેનું પરિણામ જ ન દેખાતું હોય. યોગ્ય માટે પ્રયત્નમાં વાંધો નથી, પણ અયોગ્યને તો કહી જ દેવાનું કે તું છેટો સારો. જે પોતે સારું કરે નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org