________________
૫૦
–
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ -
-
328
કોઈ નવી દુકાન ઉઘાડે, તે વખતે જો કોઈ કહે કે, “ભાઈ રહેવા દેને ઘણાંએ ભીખ માગી, કંકે દેવાળાં કાઢ્યાં. આવી વાત કોઈ માને ખરો ? નહિ જ. પણ ઊલટો તરત કહે કે “તેથી કાંઈ દુકાન કર્યા વિના રહેવાય ? કોઈ દેવાળું કાઢે અને કોઈ ભિખારી થાય, તેથી મારે પણ પેઢી ન કરવી, એ ક્યાંનો કાયદો ? હજી એમ કહો તો ઠીક કે ભાઈ ! પેઢીમાં આટલા આટલા ભય છે, માટે સાવચેત રહેજે તો એ મનાય, પણ બીજાના દેવાળાના બહાનાથી મારી પેઢી જ ઉખેડી નાખવા માગો તો કેમ મનાય ?' તે જ રીતે અહીં ત્યાગમાર્ગમાં, મુનિપણાના માર્ગમાં કોઈ સલાહ આપવા આવે કે “ભાઈ ! મુનિપણું ઘણું જ કઠિન છે, એ ખુશીની વાત છે, તું ધન્ય છે, પણ મુનિપણું ઘણું જ કઠિન છે, કેટલાય પડ્યા પણ છે, માટે સાવચેત રહેજે !' આમ કહે તો મનાય અને એ વાત ઉપર વિચાર પણ થાય, પણ પેલા પડેલાની વાતો કરી ચડવાની જ મનાઈ કરે તો તે મનાય ? નિસરણી ચડતાં કોઈ પડે ખરો કે ? પડે પણ, છતાં નિસરણી ચડતાં કોઈ કહે કે “ચડીશ મા’ - તો કહી દેવું પડે કે કોઈ ચડ્યા ખરા કે નહિ ? ઘણા ચડી ગયા છે તો પછી “ચડ નહિ' એમ ન કહેવાય : માત્ર એમ કહો કે “બરાબર દોરડું પકડી - કઠેડો ઝાલી ચડજે, આંખ સીધી રાખજે : આવી સલાહ તો મનાય, પણ ચડીશ નહિ એમ કહેનારને કેમ જ મનાય ? વ્યવહારમાં તો આ રીતે બધું જ સીધું ચાલે છે પણ અહીં જ બધા વાંધા છે, એનો હેતુ એ જ કે સંસારની અસારતા હૃદયમાં જેવી જોઈએ તેવી ઠસી નથી : અને એ ન ઠસે ત્યાં સુધી સુંદર પરિણામ ન આવે એમાં આશ્ચર્ય પણ શું?
શ્રી મેઘકુમારની માતાએ પણ જ્યારે સંયમોન્સુક મેઘકુમારને કહ્યું કે, નંદીષેણ પડ્યા, આદ્રકુમાર પડ્યા ત્યારે મેઘકુમારે કહ્યું કે “માતાજી ! આપને ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાંથી આ જ દાખલા જડ્યા? મહર્ષિઓ ચડી રહ્યા છે તે ન દેખાણા?” પરણવા ગયેલાને ચોરીમાં રંડાપો નથી આવતો ?આવે છે, છતાં બંધ રહ્યું? સારા મુર્તે પરણ્યા છતાં રોજ મારામારી નથી થતી ? થાય છે. ત્યાં તમે પોતે જ બચાવ કરી લો છો કે એ તો એમ પણ થાય. માત્ર અહીં જ એ બુદ્ધિ નથી ચાલતી. સાવધ રહેવાની શિખામણ મનાય, પણ માર્ગે જ ન જવાની શિખામણ કેમ મનાય ? સામાન્ય ચીજની સાધનામાં બેદરકાર નથી બનાતું, ત્યારે મોક્ષ જેવી ચીજમાં પડતાનાં દૃષ્ટાંત કેમ લઈ બેસાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org