________________
325
–
– ૪ : ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા - 24
-
૪૯
ઇલાચીકુમારને, મુનિના દર્શનયોગે, નૃત્યની ક્રિયા ચાલુ છતાં વિચાર આવ્યો કે ધિક્ ધિક્ વિષયા જીવને રે' અને એ વિચારના યોગને પરિણામે ક્ષપકશ્રેણિ માંડી અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. નીચે નટડીને પણ વિચાર થાય છે કે, “ધિક્ છે આ રૂપને કે જેને લીધે આ શેઠનો પુત્ર પણ નટ બન્યો છે અને ચાર ચાર વાર નાચવા ઉપર ચડ્યો છે : ધિક્કાર છે આ રૂપને, જે રૂપ અનેકના નાશના હેતુભૂત હોય, તે રૂપ હોય તોયે શું, અને ન હોય તોયે શું ?” એ નટડીને પણ ત્યાં પરિણામે ક્ષપકશ્રેણિના યોગે કેવળજ્ઞાન થાય છે. પડતાનાં દાંત ન લેવાય?
શાસ્ત્ર કહે છે કે, અશુભ વિચાર, કે પાપપ્રવૃત્તિ કરતાં પહેલાં સો વખત વિચાર કરજો, પણ પ્રભુના માર્ગે જવાનું મન થાય તો તત્કણ જજો. કહ્યું છે કે, શુભ ભાવ, શુભ પરિણામ પ્રાણીને ઘણાં દુર્લભ છે. કોઈને આવે તે પણ ક્વચિત્ : એ પરિણામ આવ્યો ત્યારે જો વિચારવા રહ્યો, તો પરિણામ ખસતાં વાર નહિ. અશુભમાં તો બેઠો જ છે. શુભ પરિણામનો અમલ ઝટ કરવો જોઈએ. ખાવાપીવામાં, વિષયકષાયમાં, પૈસા કમાવવામાં, વ્યવહારની તમામ પ્રવૃત્તિમાં તૈયાર અને ધર્મની કંઈ વાત આવે કે “ઊભા રહો' એમ થાય.
સોનું અને માટીની જેમ આત્મા અને કર્મ અનાદિથી ભેળાં છે. સોનું પણ માટી તરીકે ખપે છે, પણ કુશળ કારીગરના હાથમાં આવે, તો એ રખડતા સોનાને લઈ ઠેકાણે મૂકે. યોગ્ય ક્રિયા કરે, માટી દૂર કરે, અગ્નિમાં પણ નાખે અને ચોખ્ખી લગડી બનાવે. તે જ રીતે અનાદિકાળથી આત્મા અને કર્મનો સંબંધ ચાલુ છે. શ્રી જિનેશ્વરદેવોએ જોયું કે આ આત્માઓ અનાદિ કાળથી કર્મના સંયોગમાં ફસેલા છે, અને જો યોગ્ય સંયોગમાં મૂકવામાં આવે, જોઈતા પુટપાક કરવામાં આવે, ઊંચકીને તથા પ્રકારની અગ્નિમાં ફેંકવામાં આવે, તો એનો કચરો બળી જાય અને શુદ્ધ બને, એ માટે જ શ્રી જિનેશ્વરદેવોએ તીર્થની સ્થાપના કરી.
શ્રી જિનેશ્વરદેવોએ તથા તેમના શાસનના મહર્ષિઓએ કહ્યું કે જે સંયોગોમાં રહ્યા છો તે તમારા નથી, માટે સંયોગો ફેરવો અને તે માટે જ્ઞાનીએ બતાવેલી વસ્તુને સેવો. કઠિન લાગે કે સહેલું લાગે, પણ સેવતાં સેવતાં એવો સમય આવશે કે આત્મા પોતે જ સંયમમાં શ્રેય માનશે અને આત્માનું તથા સહવાસીઓનું કલ્યાણ કરી શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org