________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
જૈનશાસનમાં કિંમત કોની ? યોગ્યતાની. ‘વસુ વિના નર પશુ’-આ વચન લૌકિક છે : ધર્મશાસ્ત્રનું નથી. વસુ વિનાનો પણ ધર્મી, દીન ન હોય : એને દૈન્યવૃત્તિ જ ન થાય. આ અસારતા જે દિવસે તમારા હૈયામાં બેસે તે દિવસે ધર્મનો રસ જેવો રેડવો છે એવો રેડાય, અને એ જચે પણ અને પચે પણ. જ્યાં સુધી અંદર કચરો ભરાયેલો હોય, ત્યાં સુધી ઔષધ લાભ ન કરી શકે. ઘણી વાર લાભને બદલે હાનિ કરી નાખે.
૪૮
મારો ઇરાદો એ છે કે શ્રી જિનેશ્વરદેવે આપેલું ધર્મરૂપી ઔષધ, તમને નીરોગી બનાવનાર નીવડે, પણ હાનિકર ન નીવડે. આ ઔષધ, ગુણકર બનાવવા આ અસારતા બતાવવાની છે. સાધુ પાસે આવનારને સ્વપ્ને પણ એ ખ્યાલ ન આવવો જોઈએ કે, આ સાધુ અમારા અર્થ-કામને ઠીક કરવા માગે છે કે અમારા સંસારને પોષવાનો ઇરાદો રાખે છે. સાધુ પાસે આવનારને તો એમ જ લાગવું જોઈએ કે આ મુનિરાજ તો મને સંસારમાંથી કાઢવા આટલો આટલો પ્રયત્ન કરે છે, પણ હીણભાગ્ય હું નીકળી શકતો નથી. આવી વિચારણા થાય તો મુનિનો પરિચય ફળ્યો કહેવાય.
324
વાંસડે ચડી નાચતાં નાચતાં ઇલાચીકુમારને કેવળજ્ઞાન શાથી થયું ? મુનિની ચર્ચાથી ! મુનિની સામે પદ્મિની સ્ત્રી છે, હાથમાં મોદકનો ભરેલો થાળ છે, તો પણ મુનિનું આંખનું પોપચું પણ ઊંચું થતું નથી. પદ્મિની સ્ત્રી ‘લો, લો' કહે છે, ઉત્તમ પ્રકારના મોદક નજર સામે મોજૂદ છે, છતાં મુનિ મોદક લેતા નથી, આંખનું પોપચું ઊંચું પણ કરતા નથી, નજ૨ નીચી ઢાળેલી છે, એ જોઈ વાંસડે ચડેલા ઇલાચીકુમારને ખ્યાલ થયો કે “આ પણ મનુષ્ય અને હું પણ મનુષ્ય. આ મુનિની સામે પદ્મિની સ્ત્રી ઊભી છે, છતાં જરાય ઊંચી નજર એ કરતા નથી, અને મારી સામે નટડી છે, એ નટડીની ખાતર મેં માબાપ, કુટુંબ, લાજ-આબરૂ બધું છોડ્યું. શેઠ મટી નટ બન્યો. ચોથી વાર ઉપર નાચવા ચડ્યો, મારી આ દશા ! પેલી સ્ત્રી, ‘લો, લો’ કહે છે છતાં મુનિ લેતા નથી અને અહીં તો હું માગું છું !”
મુનિનું દર્શન આ રીતે ફળ્યું. જો માત્ર દર્શન આ રીતે ફળે તો પરિચયથી શું ન થાય ? પણ એની ભાવશુદ્ધિ હતી માટે ફળ્યું : જો એમ કહેત કે “મુનિ તો પાગલ છે, આવી, પદ્મિની સ્ત્રી મોદક આપે છે ને લેતો નથી,” તો મુનિનું દર્શન ફળત ? જે મુનિનાં દર્શને અનેકને તાર્યા, તે જ મુનિનું દર્શન પાપાત્માઓને ડુબાડનાર છે, એમાં મુનિનો કાંઈ દોષ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org