________________
૨૨૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ -
- -
504
લલિતાંગકુમારને એક મિત્ર હતો. તે આવા નબળા સ્વભાવનો અને આવા જ નબળા વિચારનો હતો. એણે રાજાને ભરમાવ્યો.
રાજાએ લલિતાંગકુવરને એક વાર સમજાવ્યો કે “દાન દેવાની ના નથી, પણ હું વૃદ્ધ થયો છું, ગાદીનો માલિક તું છે, આવી રીતે દાન દેવાથી ભંડાર ખાલી થઈ જશે, તો રાજ્ય નહિ ચાલે.”
શ્રી લલિતાંગકુમારના મનમાં એમ થયું કે દાન દેવાથી ભંડાર ખાલી થાય - આવું ઝેર પિતાજીના કાનમાં કોણે નાખ્યું ?' પિતાએ કહ્યું કે “તું વિચારપૂર્વક દાન દેજે .” શ્રી લલિતાંગકુમારે કબૂલ કર્યું કે વિચારપૂર્વક દાન દઈશ.' એ તો માનતો હતો કે દાન દેવાય છે એ પણ વિચારપૂર્વક જ દેવાય છે. કુંવરે કબૂલ કર્યું એટલે રાજાએ એના કંઠમાં હાર નાખ્યો. કુંવર ત્યાંથી નીકળ્યો, કે યાચકોનું ટોળું ફરી વળ્યું. કુંવર પાસે હાર સિવાય બીજું કાંઈ ન હતું. યાચકો કહેવા લાગ્યા કે “આજે કૃપણ કેમ ? કુંવરે વિચાર્યું કે શું કરવું? દાન દેવું કે બાપની આજ્ઞા પાળવી ?' બાપે વિચારપૂર્વક દાન દેવાનું કહ્યું છે, એટલે કુંવરે વિચાર્યું કે “પહેલા બાપ કે પહેલો ધર્મ ! આ બાપ મળ્યા શાથી ? આ બાપની ખાતર ધર્મરૂપી બાપને ધક્કો ન વાગવો જોઈએ. આ ધર્મબાપના યોગે આ બાપ ! આ ધર્મબાપ જાય તો એ પણ જાય'. કુંવરે વિચાર્યું કે “મને જે માનપાન છે, તે આ ધર્મને લઈને છે. ધર્મ ન હોત તો કાંઈ ન હોત. ધર્મ છોડી દઉં તો કૃતઘ્ન થાઉં. ધર્મનો કૃતઘ્ન થયો તો આ બાપનો કૃતઘ્ન થતાં પણ વાર નહિ લાગે !” આવો વિવેક કરી કુંવરે હાર ફેંક્યો અને યાચકોને સરખે ભાગે વહેંચી લેવા કહ્યું. હવે યાચકો ગુણગાન ગાવામાં બાકી રાખે ? હવે કુંવરની કીર્તિનું પૂછવું જ શું ? છતાં ખૂબી તો એ કે દાન દે કુમાર, દેવાય ભંડારમાંથી અને માથું દુ:ખે પેલા પુણ્યવાનનું !
સભા : પુણ્યવાનનું ?
બીજું શું કહીએ ? શાસ્ત્ર ગરીબને પણ તપસ્વી કહ્યા છે ને ! વ્યવહારમાં પણ કહો છો ને કે ‘બહુ ડાહ્યો !” એ ભાવમાં લો.
તરત પેલો મિત્ર રાજા પાસે ગયો અને વાત કહી. રાજાએ હુકમ કાઢ્યો કે “મારા દેશમાં રહેવું નહિ.” કુંવરને તો ભાવતું હતું ને વૈધે કહ્યું. કુંવરે વિચાર્યું કે જે રાજ્યમાં રાજ્યનો માલિક પણ ધર્મનો અધિકારી નહિ, તે રાજ્યમાં રહેવું કામનું શું ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org