________________
50g
- ૧૫ : ધર્મોપદેશ કટુપણ હિતકર જોઈએ - 35
-
૨૨૭
માગી. અમારી પડહ કબૂલ કર્યો, બન્ને સેનાએ શ્રી કુમારપાળ મહારાજાની જય બોલાવી. પુષ્ય, આકૃતિની તેજોમયતા અને મનોબળ બધું હતું. ફૂટી જનારી સેનાને એમ થયું કે, રાજા શું કરશે ! પણ જીવ્યા ત્યાં સુધી એક અક્ષર પણ ન કહ્યો કે કેમ ફૂટ્યા ? સેવકોને પણ અસર થઈ કે સ્વામી હો તો આવા હો ! સેવકોનાં માથાં નીચાં તે ઊંચાં ન થયાં. આ બધું શાથી? ધીર હતા માટે !
‘એકલો શું કરું ?' - એનો જવાબ શો હોય ? આત્મા આવ્યાય એકલો અને જવાનોય એકલો છે. પ્રભુનો માર્ગ સાથે છે, પછી ભય કોનો ? શ્રી તીર્થંકરદેવોએ કર્મક્ષય ક્યારે કર્યો ? એકલા બન્યા ત્યારે ! આ તો ઘરબારતિજોરી ખસે તો ને ! જ્યાં સુધી એ જાતનો દસ્ત અપાય નહિ, ત્યાં આ પ્રવેશે શી રીતે ? ભવ પ્રત્યે ભય પેદા ન થાય, ત્યાં સુધી થાય શું ? વસ્તુ નક્કી કરો ! મોઢે હા પાડવા માટે નહિ, પણ બધે તે સ્વરૂપે કહેવા માટે ! લલિતાંગકુમારનું ચરિત્ર:
કુટુંબને પણ કહો કે “હું સ્વાર્થ માટે રહ્યો છું, તમારા ભલા માટે નથી રહ્યો. તમારામાં મારું ભલું માનીને રહ્યો છું. તમને આસક્તિ છૂટી હોય તો મારા માટે રહેશો નહિ. કલ્યાણના માર્ગ ખુલ્લા છે, જાઓ !”
છોકરાને દૂધ શું કામ પિવડાવાય છે ? છોકરાને બશેર પિવડાવાય અને પાડોશીને પાશેર પણ નહિ, એનું કારણ શું ? સમજમાં આવે એટલી ઉંમરમાં આવ્યા પછી પણ, એ અધિક દૂધ પીનાર બાળકના ખ્યાલમાં આ હેતુ નથી આવતો. જો આવી જાય તો પરિણામ સારું આવે. કહોને કે સ્વાર્થની આંટીઘૂંટી અરસપરસ છે!માટે અમારા જેવાની મહેનત સફળ નથી થતી. એટલે આવા સંસ્કારની જરૂર છે. આવા સંસ્કારથી ભલે કદાચ આસક્તિ ન ઘટે, પણ એ છોડવા જેવી છે અને શ્રી જિનેશ્વરદેવે ઉપદેશેલા ત્યાગધર્મના સ્વીકાર સિવાય સિદ્ધિ નથી, આટલું તો થાય જ અને એ થાય એટલે બેડો પાર, ઈડરિયો ગઢ જીત્યા.
જે વસ્તુનો જ્ઞાતા થાય, તેને આપત્તિ આવે, તો કહી દે કે ચિંતા નહિ. લક્ષ્મી જાય તો કહી દે કે ભલે ગઈ. શ્રી લલિતાંગકુમાર દાન દેતા, એમને દાન દીધા વિના ચેન જ ન પડે. દાતાર પાસે યાચકની કમી હોય ? અને એ પણ વાચકને તો ઉપકાર માનતો, કારણ કે એ એમ માનતો કે યાચક ન હોત, તો દાન આપત કોને ? દરેક કાળમાં વિજ્ઞસંતોષી તો હોય જ. સારી રીતે ધર્મ કરનારને જોઈને પણ એને એમ થાય કે, એ ધર્મથી પતિત શી રીતે થાય ? –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org