________________
૨૨૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - એમ કહે ખરો કે “બધું સાચું, સોનું સો ટચનું પણ અમારું શું થાય ?” નહિ જ. તેમ ધર્મની રક્ષા માટે પણ એમ કેમ બોલાય ? - હું એકલો છું, મારું કોઈ નથી એ ભાવના ક્યાં ગઈ ? એ ભાવના ક્યારે આવવાની ? મરતી વખતે ? આજે તો ધર્મની સેવા કરવામાં આબરૂનો ભય પેદા થયો છે. એ લડવૈયા દુશમનના હાથે મરાવે કે જીવાડે ? અહીંયાં આદમી સાથેના લડવૈયા નહિ હોં, ઊંધું ન મારતા ! બાકી એવા સુભટો સાથે જનાર રાજા તો મુગટ મૂકીને જ આવે.
સભા : માથુંય મૂકીને આવે !
માથાની વાત જવા દો. મુગટ ગયો પછી માથે ગયા જેવું જ છે. ધર્મ પમાડવા માટે પૂર્વપુરુષોએ શું શું કર્યું છે તે વિચારો ! તમે કેટલો ત્યાગ સેવ્યો છે ? નિર્વેદ નથી આવ્યો માટે તમને આ બધા વિકલ્પો થાય છે. સત્ત્વશીલ બનો!
જેન ભલે આસક્તિ યોગે ત્યાગ ન કરી શકે, પણ ધર્મ ઉપર આફત આવે ત્યારે તો અવશ્ય ત્યાગ કરે. એ જાણે કે છોડવાથી ધર્મની રક્ષા થાય છે તો ત્યાગ કરે, પણ થાય ક્યારે ? સત્ત્વ જોઈએ. એવા પણ દાખલા છે કે અર્થ-કામના રસિયા અણીના વખતે શિથિલ બને, પણ તેવા સમયે માલિકે તો ધીર જ બનવું જોઈએ. શ્રી કુમારપાળ મહારાજાની સેના એક વખત સોનૈયાથી પલટાઈ ગઈ હતી. ઠેઠ યુદ્ધ વખતે એ ખબર પડી. જ્યારે સેનાએ હથિયાર ન ઊંચક્યાં, ત્યારે મહાવતને પૂછ્યું કે “આમ કેમ ?” મહાવતે કહ્યું કે, સેના ફૂટી છે.
કુમારપાળે પૂછયું કે, “રહ્યું કોણ ?' મહાવતે કહ્યું : “હું, આપ અને હાથી.'
પુણ્યવાન એવા કે તે દિવસે પટ્ટહસ્તિ પર નહોતા બેઠા. અન્યથા એ પણ ફૂટેલો હતો. શ્રી કુમારપાળ ધીર હતા. નિશ્ચય હતો કે, જાઉ તો જીતીને જ. અર્થના રસિયા ફૂટ્યા તો ભાગ્ય એમનું ! મહાવતને કહે કે “ચલાવ હાથી.” સામી સેનાએ સિંહનાદ કર્યો એટલે હાથી પાછો ફર્યો. હાથીના કાન બંધ કર્યા પછી હાથી ચાલ્યો. સામી સેના પણ ખંભિત થઈ કે “સેના વિના એકલો રાજા, ધસારા સામે ધસ્યો આવવાની હિંમત કરે એ કેવોક હશે !' આત્માની ધીરતા લાખ્ખો આદમી પર અજબ અસર કરે છે. સેનાનાં હથિયાર હાથમાં રહ્યાં, તરત ત્યાં જઈ પેલા રાજાના હાથી પર કૂદકો મારી રાજાને નમાવ્યો. એ રાજાએ માફી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org