________________
501 ——-૧૫ : ધર્મોપદેશ કટુપણ હિતકર જોઈએ - 35 ––– ૨૨૫ ચમત્કાર વીતરાગની મૂર્તિને અંગે ? સંસારનાં બંધનથી છૂટવાને અંગે તો મનાય ! બાકી આવા ચમત્કારો માટે પૂજા કરનારો સમ્યકત્વની વાસનાનો લોપ કરી મિથ્યાત્વને વધારનારો છે. પ્રભુને શા માટે પૂજવા?
શ્રી જિનેશ્વરદેવનો પૂજારી, શ્રી જિનેશ્વરદેવને શું કહે ? વીતરાગ. ઇતર પાસે વીતરાગ કહો અને પછી આવા ચમત્કારની વાતો કરો, તો ઇતર શું કહે ? “જોયા વીતરાગ ! શાના વિતરાગ ? ભક્તિ કરે એને આપે, ન કરે એને ન આપે, એ વીતરાગ ? એ તો રાગી !” હજી એમ કહો કે ભક્તિ કરવાથી પુણ્ય થાય. નિર્જરા થાય તો ઠીક, નહિ તો પુણ્ય બંધાય અને એ પુણ્યયોગે શુભ સામગ્રી મળે. જેમ સામગ્રી વધુ મળે તેમ ધમ વધુ બનવાનું અને સામગ્રીથી છૂટવાની કાર્યવાહી કરવાની. મુદ્દો એ છે કે વિતરાગના સ્વરૂપને આઘાત પહોંચે તેવી રીતે ચમત્કાર ન વર્ણવાય. ભગવાન શ્રી પાર્શ્વનાથ સ્વામીની સ્તુતિ કરતાં શું કહો છો ?
'कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति ।
प्रभुस्तुल्यमनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तु वः ।।१।।' ‘પોતપોતાને ઉચિત કર્મ કરતા કમઠ અને ધરણેન્દ્ર - ઉભય ઉપર તુલ્ય સમાન
મનોવૃત્તિવાળા શ્રી પાર્શ્વનાથ સ્વામી તમારા કલ્યાણને માટે થાઓ !” કમઠ ઉપસર્ગ કર્યો, ધરણંદ્ર ભક્તિ કરી, પણ ભગવાન બેય પ્રતિ તુલ્ય દૃષ્ટિવાળા - માટે પૂજીએ છીએ. હવે આવું દેવસ્વરૂપ હોય ત્યાં શિર ઝૂકે. એક બાજુ આ વાત અને બીજી બાજુ છોકરું આવે તો ભારોભાર કેસર ચડાવવાની વાત : આનો મેળ મળે ? શ્રી વીતરાગદેવનું સ્વરૂપ તો આ જણાવ્યું તે ! ગુરુનું સ્વરૂપ શું? નિગ્રંથ, પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ અને રાખતા-રખાવતાને અનુમોદે નહિ ! ધર્મનું સ્વરૂપ શું? જે ક્રિયાથી વિષયનો વિરાગ થાય, કષાયનો ચાગ થાય, ગુણનો અનુરાગ થાય અને ક્રિયામાં અપ્રમાદ થાય તે ધર્મ ! પાંચે ઇંદ્રિયોના વિષયનો વિરાગ એટલે રાગનો અભાવ થાય, એટલે કષાયનો ત્યાગ બાવે, રાગનો અભાવ થાય અને તે આવે એટલે ગુણનો રાગ થાય અને તે થાય એટલે સાધક ક્રિયાઓમાં અપ્રમાદ થાય ! અને એ થાય કે તરત જ મોક્ષ !
દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ પાસે શું મગાય ? ભવનિત્રેગો - ભવનિર્વેદ ! સાર ઉપર નિર્વેદ નથી થતો માટે તો ધર્મની સાચી સેવા નથી થતી. કોઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org