________________
૨૨૪
-
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
500
પાપ પણ બેડી અને પુણ્ય પણ બેડી !
ચક્રવર્તીપણામાં સ્વપરનો જે ઉપકાર ચક્રવર્તી ન કરી શકે, તે ત્યાગીપણામાં કરી શકે છે. ચક્રવર્તીપણામાં ગમે તેવો ધર્મ કરે તોય કેટલો કરી શકે ? ચક્રવર્તી ! ચક્રવર્તી હતો ત્યાં સુધી પલ્કાયનો વિરાધક હતો, તે દીક્ષા લીધા પછી ષકાયનો રક્ષક બન્યો. પાપ પણ બેડી ને પુણ્ય પણ બેડી! એ વાતને સમજો.
સભા દેવતા સેવામાં હોય તે કયાં જાય?
ચાલ્યા જાય. ભગવાન શ્રી મહાવીરદેવ જન્મ્યા ત્યારે ચક્રવર્તી થશે, એમ ધારીને કેટલાય રાજ કુમારો અને રાજાઓ સેવા કરવા આવ્યા હતા ! એમણે ધાર્યું હતું કે ચક્રવર્તી થશે તો આપણા ઉપર મહેરબાની રહેશે, પણ જાણ્યું કે આ તો દીક્ષા લઈને તીર્થંકર થવાના છે , ત્યારે બધા જતા રહ્યા. દેવતા ત્રણ જ્ઞાનવાળા, પણ પુદ્ગલના રંગરાગમાં રાચેલા-માયેલા છે. એમને પણ લોભનો પાર નથી હોતો. ચક્રવર્તી પાસે પચીસ હજાર દેવો હોય, તે કાંઈ વૈમાનિક દેવો નથી હોતા. પણ વ્યંતર દેવો હોય છે. એ પણ સ્વાર્થથી આવે છે. મુદ્દો એ છે કે ભાવના કઈ એ વિચારો ! કોઈ ઇતર, શ્રી જિનેશ્વરદેવની પૂજા પૌદ્ગલિક ભાવથી કરે, તો પણ એને એટલો દોષ નહિ લાગે ! કારણ કે એ હજુ જાણતો નથી. એ તો આવ્યો છે જેથી તે માર્ગ ઉપર પણ આવશે. તમે તો જાણો છો માટે ઇરાદાપૂર્વક કર્યાનો વધુ દોષ.
તમે જાણો છો કે દેવ વીતરાગ, બધું બેડીને નીકળેલા, મોક્ષે ગયેલા, છતાં એની પાસે પોદ્ગલિક પદાર્થોની માગણી કરો તો દોષ લાગે કે નહિ? સ્વામીને સેવકની પદવી અપાય ? જેમ નોકર રાખો કે કચરો કાઢનારને મહિને પાંચ રૂપિયા, નામું લખનારને મહિને સો, પેઢી સાચવનારને મહિને બસો, - કામનો પગાર, - તેમ અહીં પણ અમુક આપત્તિ ટળે તો આટલું કેસર ચડાવું, આ શી દશા ? કેસરિયાજી જનાર વર્ગમાં જોશો તો મોટે ભાગે આ સ્થિતિ છે. ચુસ્ત ધર્મી જણાતામાં પણ આવું દેખાઈ જાય, ત્યારે થાય કે, ભાઈ ! તારામાં પણ આ ભાવના ? શું ભગવાન કેસરના ભૂખ્યા છે ?
સભા: થાય છે ને !
એ વાત જવા દો. સો આવે એમાંથી અમુકને દેવયોગે લાભ થાય પણ, પણ એ વાતોને વીતરાગની મૂર્તિ જોડે સંબંધ હોય ? વીતરાગની મૂર્તિ સાથે આવા ચમત્કારની વાતને યોજવી, એના જેવી મૂર્ખાઈ કઈ ? છોકરો સારો થાય એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org