________________
499
- ૧૫ : ધર્મોપદેશ કટુપણ હિતકર જોઈએ - 35––
૨૨૩
માબાપ, કુટુંબપરિવાર છોડીને નીકળેલા છે. પ્રભુના માર્ગમાં એમણે જીવન સમપ્યું છે, એ કદી બૂરું ન જ કહે !” આવો વિશ્વાસ જેમના માટે ધારવામાં આવે, એમના માથે જોખમદારી કેટલી ? શ્રી તીર્થંકરદેવ કેવળજ્ઞાન થયા પહેલાં દેશના ન દે એનો હેતુ એ છે કે પોતે જાતે તીર્થની સ્થાપના કરનારા છે. ગમે તેટલું સાચું કહે તો પણ કેવળજ્ઞાનની દૃષ્ટિએ કંઈ ફેરફાર હોય ત્યારે માણસોને શંકા થાય કે પહેલાં આમ કહ્યું હતું ને હવે આમ કેમ કહે છે? માટે શ્રી તીર્થંકરદેવ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ દેશના દે. અમે કેવળજ્ઞાન થયા પહેલાં પણ દઈએ એનું કારણ અમારે એમનું કહેલું કહેવું છે માટે થોડું કહીએ, કે વધુ કહીએ એ વાત જુદી; પણ જે કહીએ તે તો એ કેવળજ્ઞાનીનું કહેલું જ!
સભા : એ ખબર કેમ પડે ?
આ વાત ખૂબ સમજાવાઈ છે. શ્રી વીતરાગદેવની બધી આજ્ઞા તમે ન સમજી શકો, પણ એ શું કહે અને શું ન કહે છે તો તમે સમજી શકોને ! બધા બિનજોખમદાર બને, તો પેઢી ને ઘર પણ ન ચાલે, માટે એટલા જાણકાર તો બનો ! સીડી એક પકડો. સીડીને મજબૂત પકડો. દિશા બરાબર પકડો. શાસ્ત્ર કહ્યું કે ઉન્માર્ગે લઈ જનારી દેશના સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા ! એ સાંભળવાથી તો સન્માર્ગ પણ જાય, માર્ગ પણ જાય અને ઉન્માર્ગે ચડવાથી આત્મા દુર્ગતિનો અધિકારી થાય. ન સાંભળવાથી ભલે સન્માર્ગે જતાં વાર લાગે, પણ માર્ગે તો રહેવાય, ઉન્માર્ગે તો ન જ જવાય. જેમ સાધના મોટી તેમ સાધન મજબૂત જોઈએ. એમાં ભૂલ થાય તો ?
હિતકારી ભાષા કહેતાં “આ કોણ ?” – એ ન જોવાય ! ચક્રવર્તીને તથા રકને દેશના તો એકસરખી જ દેવાય. ઉભયને માટે ઉપદેશ તો : “અસારડવું સંસાર : ' આ એક જ : “આ સંસાર અસાર છે' - એ એક જ ઉપદેશ એ બેયને માટે ! સંસાર અસાર છે માટે વિરતિ એ જ સાર છે, એ જ ઉપદેશ આપે. કોઈ એમ કહે કે રંકને તો આ ઉપદેશ આપે તો ઠીક , પણ ચક્રવર્તી છ ખંડનો માલિક, એને આવો ઉપદેશ શા માટે ? એ તો ધર્મની સાધના કરે. માટે એને તો એમ જ કહેવું કે આ પણ ઠીક છે, એમ ? નહિ, અહીં તો બેયને મમતા છોડાવવી છે : ચક્રવર્તીને ખંડની સાહ્યબીની અને રાંકને ઝૂંપડીની મમતા છોડાવવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org