________________
ક05
-- ૧૫ : ધર્મોપદેશ કટુપણ હિતકર જોઈએ - 35
-
૨૨૯
માતાને મળવા ગયો. માતાએ એના પિતાને મનાવવાનું કહ્યું, પણ કુંવરે ના કહી કહ્યું કે “મારે મડદાની જેમ જીવવું નથી. માત્ર તમને જણાવવું જોઈએ માટે આવ્યો છું.' માતાને નમી આગળ ચાલ્યો.
માર્ગમાં પેલો મિત્ર મળ્યો, જાણે જાણતો જ નથી તેવો ડોળ કર્યો. એને તો કુંવરને ધર્મથી પતિત કરવો હતો. પોતે કુંવરની સાથે ગયો. થોડે ગયા પછી એ કહેવા લાગ્યો કે “જોયું કુમાર ! આ દાનનો પ્રભાવ ! તે સોનું શું કામનું, કે જે કાન તોડે ? - માટે પાછા ફરો, રાજાજી પાસે માફી માગો !' કુંવરે કહ્યું કે “આજે જ મેં જાણ્યું કે તું માત્ર નામનો જ સજ્જનકુમાર છે. એનું નામ સજ્જનકુમાર હતું. પેલાએ ફેરવી વાળ્યું કે, હું તો આપની પરીક્ષા કરતો હતો !” કુંવરે સમજાવ્યું કે, ‘મૂર્ખ ! શાના માટે, નાનો ત્યાગ ! આ સ્થિતિ દાનયોગ નથી, પણ પૂર્વકર્મના પાપોદયથી છે.' આ વાત મોટી છે. ટૂંકમાં આગળ જતાં શરતો કરીને પેલા સાથે આવેલા સજ્જન નામ ધરાવતા દુર્જનકુમારે કુમારનો ઘોડો, તલવાર અને છેવટે આંખો પણ લીધી. વચમાં એક વાર કુંવરે કહ્યું કે, “મિત્ર ! સલાહ તો સાચી આપ !” અને આ ઉપર કુંવરે એક દૃષ્ટાંત પણ આપ્યું :
એક શિકારીએ એક પક્ષી ઉપર બાણ તાક્યું. પેલા પક્ષીએ મનુષ્યભાષામાં કહ્યું કે : “મારા બચ્ચાને ચારો આપી આવું ત્યાં સુધી સબૂર કર !”
શિકારીએ પૂછ્યું : તું ન આવે તો ?” પક્ષીએ જવાબ આપ્યો : “મને વિશ્વાસઘાતનું પાપ !!
શિકારીએ માન્યું કે જે વિશ્વાસઘાતના પાપને સમજે છે તે જૂઠું ન બોલે. પક્ષીને જવા દીધું અને જઈને આવ્યું પણ પછી શિકારીએ બાણ તાક્યું. પક્ષીએ પૂછ્યું કે, “મને એક સલાહ આપ !”
શિકારીએ પૂછ્યું : “શી ?”
પક્ષીએ કહ્યું હું તારા પર વિશ્વાસ રાખીને પૂછું છું કે તારા બાણથી બચવા મારે કઈ દિશામાં ઊડવું ?” ધનુર્ધારીમાં ગુણ છે કે પક્ષીની ચેષ્ટા પરથી કઈ દિશામાં ઊડશે તે જાણી બાણ મારે. તે એવું મારે કે પક્ષીને વાગે. પક્ષીએ આ પૂછવાથી શિકારીને પણ થયું કે “જો પક્ષી પણ વિશ્વાસઘાતના પાપથી ડરે, તો મારાથી ખોટી સલાહ કેમ અપાય ?' શિકારીએ સાચી સલાહ આપી. પક્ષી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org