________________
૨૩૦
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ -
508
કહેલી દિશામાં ઊડી ગયું અને બાણ બીજી તરફ ચાલ્યું ગયું. આ વાત કહ્યા પછી કુંવર કહે છે કે, “મિત્ર ! સલાહ તો સાચી આપ !'
આ વાતમાં આખરે પરિણામ એ આવે છે કે એને આંખ પણ મળે છે, રાજ્ય પણ મળે છે, પાછો દાન પણ દે છે, અને પરિણામે એના પિતા પણ સંયમી થાય છે. આથી સ્પષ્ટ છે કે ધર્મને આઘાત થાય ત્યાં મોટા ચમરબંધીની પણ પરવા ન કરવી જોઈએ.
જ્યાં સુધી ભવ ભયંકર ન લાગે, ત્યાં સુધી ધર્મ ભદ્રંકર લાગવાનો નથી. ધર્મને ભૂલ્યા તો આત્માને ભૂલ્યા જ સમજજો. એમાં તમને પોતાને જ ખોટ છે, કંઈ શાસનને ખોટ નથી. પહેલાંના મહાત્માઓએ પ્રાણાંત તકલીફ સહી, તે એમની મુક્તિ માટે ! ન સહી હોત તો એમની મુક્તિ રોકાત. જેને માટે શરીર તજતાં ન ગભરાવું જોઈએ, તેને માટે બાકીની ચીજોની તો વાત જ શી ? આટલી મમતા ન તજો, તો અણીના વખતે શાસન તમારી આશા નહિ રાખી શકે !
સેનાપતિને રોજ કામ ન હોય પણ કામનો હુકમ છૂટે ત્યારે એ કંઈ પણ ન જુએ. એ લોકની, પોતાના જાનની કે આબરૂની પણ દરકાર કર્યા વગર, ગમે તેવા નામાંકિતનું પણ કાંડું પકડે. જોખમ ખેડીને પણ પકડે. યુદ્ધની સેનામાં વાવટાની જ કિંમત ! અમુક રંગના કે ચિહનવાળા વાવટાની જ કિંમત ! એ વાવટો ક્યારે પડે ? બધા નામાંકિત મરી જાય ત્યારે ! એક મરે કે બીજો તૈયાર જ હોય. જીવતા પાછા આવે તે મૂવા જેવા જ. કોઈ રાજા હારે ત્યારે માનવું કે નામાંકિત એક પણ જીવતો ન આવે. કોઈ આઘો રહી ગયો હોય એ વાત જુદી !
પેલા શેઠની વાત યાદ છે ? જમીન ઉપરથી તેલ લઈને ચોપડ્યું, પણ અવસરે સાચાં મોતી વાટવા તૈયાર થયો. રાજા વિરધવલના રાજ્યમાં શ્રી વસ્તુપાળ તથા તેજપાળ મંત્રી હતા. રાજાના મામાએ સાધુનું અપમાન કર્યું કે તરત જ સજાનો હુકમ કર્યો. કોઈએ કહ્યું કે, “રાજાના મામા છે !”
મંત્રી કહે : “ગમે તે હોય, અમારી હયાતીમાં આવા સંતોનું અપમાન નહિ થાય !!
મંત્રીપદ લેતી વખતે જ રાજા વિરધવલને આ મંત્રીએ કહ્યું છે કે, “અમો જૈન છીએ. પહેલાં શ્રી અરિહંતદેવની સેવા, પછી નિગ્રંથ ગુરુઓની સેવા, પછી ધર્મની સેવા અને તે પછી, એ ત્રણેને બાધ ન આવે તેવી રીતે આપની સેવા !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org