________________
44s
૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિ - 31
–
૧૦૭
શ્રી નંદિષણ મુનિએ તરણું લઈને ભાંગ્યું, એટલે સાડા બાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ થઈ, અને પોતે ચાલવા માંડ્યું. વેશ્યા વળગી. હવે જાઓ છો ક્યાં ? જવું હોય તો આ ઉપાડી જાઓ, નહિ તો રહો ! કર્મ ઉદયમાં આવ્યું. મુનિ રહ્યા. નિદાન કરો કે “શાથી રહ્યા ?' કર્મયોગે, પણ કયા નિમિત્તે ? ભૂલ કઈ ? ધર્મલાભ દેનારા મુનિ ધર્મલાભ દેવાની ફરજ ચૂકી અર્થલાભ દેવા લલચાયા ત્યારે ને ! એ જ ભૂલ અને તે માત્ર એક વેશ્યાને રાજી કરવા માટે ! એક વ્યક્તિને અર્થલાભ દેનાર જો પતિત થાય, તો સઘળા લોકને રાજી કરવા માટે ધર્મલાભ છોડી, અર્થલાભ દેનારા પતિત થાય એમાં નવાઈ શી ?
મુનિ શ્રી નંદિષણનું કર્મ ફાવ્યું ક્યારે ? અર્થલાભ દેવા લલચાયા ત્યારે ! શ્રી નંદિષેણ મુનિ સંયમથી પડ્યા, પણ દર્શનથી નહોતા પડ્યા. ત્યાં રહીને દશને પ્રતિબોધ કરીને રોજ સાધુ થવા મોકલે.
વિચારો કે સમ્યગ્દષ્ટિના, શ્રાવકોના મનોરથ કેવા હોવા જોઈએ ? એ તમે જાણતા તો હશો, પ્રસંગે વિગતથી જણાવીશ. ઘરબારી અને કુટુંબ પરિવારવાળાના મનોરથ ત્યાગના હોય, તો ત્યાગીઓના મનોરથ કેવા હોય ? યોગ્ય વૃત્તિ થાય તો દુનિયામાં ઉત્પાતનું નામ રહે નહિ. અન્યાય, પ્રપંચ, અશાંતિ સ્વપ્ન પણ નહિ જણાય. પછી સ્થિતિ જ જુદી થશે. “લક્ષ્મી ગઈ તો ઓછી થઈ અને આવી તો સન્માર્ગે ઉપયોગી થશે” – એ ભાવના સમ્યગ્દષ્ટિની હોય. ધર્મીને ઘેર આદમી વધે તો કહે કે સન્માર્ગે જશે અને જાય તો કહે કે જવાના હતા તે ગયા. મૃત્યુ સમયે અસમાધિ થાય તેવું કાંઈ ન કરો!
આદર્શ જીવનવાળો મરે કેવી રીતે ? સુંદર ભાવનાથી. આજ તો મરતી વખતે પણ બોલતા કરવાની પિચકારીઓ અપાય છે. મરણપીડા વખતે કંઈ પણ કરવું, એના જેવો દુનિયામાં એક પણ અપકાર નથી. તપાવેલા લોઢાની સોયો એકસાથે રોમ રોમ ખોસી હોય અને જે પીડા થાય, તેના કરતાં કેટલાય ગણી પીડા જન્મ વખતે થાય અને એનાથી અનંતગણી પીડા મરણ વખતે થાય. એ વખતે બોલાવવા હલાવાય કે પિચકારી દેવાય ? ધર્મી કુટુંબ એ વખતે શ્રી નવકારના જાપ અને સદ્ભાવજનક વાર્તાલાપ સિવાય બીજું કંઈ ન કરે. મરતી વખતની પીડાથી અવાચક પણ થાય, એ વખતે સમાધિની ભાવના આવે તો પીડા કંઈક ઓછી થાય, એ વખતે શ્રી નવકાર મંત્રનો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org