________________
૧૬૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
–
–––
જાપ દે. એમ સંભળાવે કે “મરણ નવું નથી. મૂંઝા મા !' બસ, શ્રી નવકાર જ સંભળાવે,આરાધના કરાવે, પણ ખાતાં, દસ્તાવેજ-વીલ અને સીલ, આ બધું એ વખતે કરવું એ ભયંકર છે. જેટલા વધારે ઉપાધિવાળા એટલું મરણ વધારે ભયંકર. કુટુંબીઓ- સ્નેહીઓ એવા ઊભા કરો કે મરતી વખતે હેરાન ન કરે. એ વખતે વીલ કે સીલની પંચાતમાં ન પડે. હમણાં કહેશે કે પોલો બહાર પાડે છે : પણ શું કરું ?
ઘણાં મરણ એવાં થાય છે કે શ્રી નવકારને તો કોઈ યાદ ન કરે, પણ બધા હાથ મારવામાં પડ્યા હોય. વીલની પંચાત એ વખતે ઊભી જ હોય – અરે, જીવનમાં પણ ગમે તેવી ધર્મક્રિયા ચાલતી હોય અને બીજું કામ આવે તો ધર્મક્રિયાને પડતી મૂકે. આ બધામાં સુધારો કરવાનું આત્મા તથા શરીરને ભિન્ન માનો તો જરૂરી સમજાય. આત્માને તથા શરીરને એક માનો તો કોઈ નહિ સમજાવી શકે. શરીરને જ માત્ર સાધ્યરૂપ માની આત્માને વેડફી નાખવો, એ કોઈ પણ રીતે ડહાપણનું કામ નથી. | મુનિ શ્રી નંદિષણજી પડ્યા, પણ એમનું સમ્યકત્વ કાયમ હતું : અભિગ્રહ કર્યો કે “રોજ દશને પ્રતિબોધી પ્રભુમાર્ગના રસિયા ન કરું ત્યાં સુધી જમું નહિ.” ઘણા કાળ સુધી આ કાર્યવાહી ચાલી. એક દિવસ નવ જણ તો પ્રતિબોધ પામ્યા, પણ દશમો નહોતો પામતો, એ ધીઠ્ઠો હતો. એ કહે કે “બધી વાત સારી, પણ તો તમે અહીં કેમ ? વિરોધી હોય તેથી મુક્તિ અટકતી નથીઃ
સભા : તે વખતે વિરોધી નહિ હોય?
દરેક કાળમાં વિરોધી હોય, પણ પાવર ઓછોવત્તો હોયને ! સો ડિગ્રીનો પાવર, અને પચાસ ડિગ્રીનો પાવર, - એમ પાવરમાં તરતમતા હોયને ! હું કહી ગયો છું કે હજારો વિરોધી હોય, પણ જો એક ધર્મી મજબૂત હોય, તો પેલા બધાયે કાં તો શિર ઝુકાવે કે કાં તો પીઠ બતાવીને ભાગી જાય. તરતમતા તો બધે હોય. મુનિ છઠું અને સાતમે ગુણઠાણે હોય. મહાપુરુષોના સંયમની શી વાત થાય ? આ તો સંયમનો અભ્યાસ, એકડો ઘૂંટવાના : પણ તે જરૂરી છે. એવું સંયમ પમાય આનાથી ! દીપ્તિમાન સંયમવાળાની છાયા ઓર હોય. એવા મહા સંયમી આત્માઓના પણ વિરોધી હતા. ભગવાન શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org