________________
૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિ 31
મહાવીરદેવના પણ વિરોધી હતા. અપમંગલ માનીને મુનિને તથા ભગવાન શ્રી મહાવીરદેવને મારનારા પણ હતા. સાત સાત વાર ભગવાનને ફાંસીએ ચડાવનારા પણ હતા.
445
સભા : એ જૈનો નહિ હોય.
ભૂલ્યા. મુદ્દો એ છે કે જેને રોમ રોમમાં કોઈના બૂરાની ભાવના નહોતી, ‘વિ જીવ કરું શાસનરસી' - એવી ભાવદયાના સાગર એવા પ્રભુના પણ વિરોધી હતા, તો બીજાના કેમ ન હોય ? વિરોધ કે વિરોધી હોય, તેથી સાધકની મુક્તિ અટકતી નથી. વસ્તુ આગમ, ધર્મ જાય તો સાધકની મુક્તિ અટકે. વાદી શ્રી દેવસૂરીશ્વરજીનો એક પ્રસંગ :
૧૯૯
તમે અને અમે વસ્તુ (આગમ, ધર્મની) રક્ષામાં પાછા ન પડીએ, તો વિરોધીઓ શું કરે ? બહુ તો આ શરીરનો નાશ કરી જાય એ જ ને ? શ્રી ખંધક મુનિવરની ખાલ ઉતારતા હતા, ત્યારે એ મહાત્માની સ્થિતિ કઈ ? કઈ ભાવના ? ખાલ ઉતારતી વખતે શ્રી બંધક મુનિ કેવી ઉત્તમ ભાવનામાં રમતા ? આજે એવા ખાલ ઉતારનારા છે ક્યાં ? આજે છે તેને સહેવાનું કૌવત તો જરૂર છે, પણ વાતવાતમાં મૂંઝવણ કરે તો શું થાય ? ધસારાથી ગભરાય તે તો મૂંઝાઈ જ જાય. એક આગેવાન આગળ થાય અને બીજા પાછળ ઊભા રહે અને કહે કે આવો; ધસારાને બોલાવે કે આવો. તો પેલા ધસારાવાળા રોકાય. પણ પાછળવાળા કહે કે ભાગો જ ભાગો, તો તો નાશ વળે અને ધસારાવાળા કહે કે, મારો. ધસારાને કહો કે આવો, બધું છોડીને આવ્યો છું માટે આવો. પણ પેલા મારવા આવે એ પહેલાં જ ભાગાભાગની બૂમરાણ થતી હોય ત્યાં શું થાય ? જેવા ક્ષત્રિયના દીકરા છો તેવા બનો તો બહુ ઉત્તમ, પણ તેવા ન બનો તો નામ યાદ આવે એવું તો રાખો. દુશ્મન છે કાં ? બોલી જાણે છે ! બોલતાંય કયાં આવડે છે ? દલીલ કે યુક્તિ હોત તો મને પણ આનંદ થાત અને કો'ક મળ્યા હતા એમ માનત. આ એવું ક્યાં છે ? આ સ્થિતિથી તો શરમ આવે છે. પહેલાં પણ વાદી આવતા, પણ એ વાદીઓ પોતાના પણમાં એક્કા હતા. હેતુ તૂટે કે પોતાની જાતે પોતે પોતાની હાર કબૂલ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org