________________
૧૬૯
–
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
વારા
'दंसणभट्ठो भट्ठो, दंसणभट्ठस्स नत्थि निव्वाणं ।
सिझंति चरणरहिया, दंसणरहिया न सिझंति ।।' ‘દર્શનથી ભ્રષ્ટ તે ભ્રષ્ટ જ. દર્શનભ્રષ્ટનું નિર્વાણ નથી: ચરણરહિત આત્માઓ સિદ્ધિપદને પામે, પણ દર્શનથી રહિત આત્માઓ સિદ્ધિપદને ન પામે.”
જે દર્શનરહિત થયો, એમાં ચારિત્રનો સંભવ નથી. દર્શન સાબૂત હોય તો ચારિત્ર ખેંચાઈને આવે. શ્રી નંદિષેણ પડ્યા, પણ ચારિત્રથી દર્શનથી તો સાબૂત હતા. ગયા ક્યાં ? વેશ્યાને ઘેર. વેશ્યાના મકાનમાં ઓઘો ખીલીએ ભરાવ્યો. પણ નક્કી કર્યું - અભિગ્રહ કર્યો કે, “રોજ દશને ન પ્રતિબોધું, પ્રભુમાર્ગના રંગી ન બનાવું, ત્યાં સુધી આહાર ન લઉં.” ઘર વેશ્યાનું : ઓઘો ખીલીએ, પણ માનતા કે “હું પામર, કર્મયોગે પડ્યો, ગબડ્યો.” ચારિત્ર લેતી વખતે પણ દેવીએ “ના” કહી હતી, છતાં ચારિત્ર લીધું હતું. ‘ભોગાવલી કોણ છે ?” કરીને ચારિત્ર લીધું હતું. વેદોદયે ચારિત્રથી બચવા માટે પહાડ પરથી પડતું મૂકવું વગેરે કર્યું, છતાં દરેક વખતે દેવોએ બચાવ્યા અને કહ્યું કે “કર્મથી મુક્તિ નથી. કર્મ ભોગવવાં જ પડશે. - આખરે એ મુનિ ફસ્યા - શાથી ? ભૂલ્યા એથી. શું ભૂલ્યા ? ભિક્ષાએ ગયા. વેશ્યાને ત્યાં ગયા. ત્યાં ધર્મલાભ દીધો. વેશ્યાએ કહ્યું કે “અહીં તો અર્થલાભની જરૂર છે.” મુનિ પાસે ધર્મલાભ સિવાયની માગણી કરનાર કોણ હોય ? એ વિચારજો. વેશ્યાએ અર્થલાભનું કહ્યું : અહીં મુનિ ભૂલ્યા. કર્મયોગે અહી ભૂલનું પગરણ મંડાયું. મારી પાસે અર્થ નથી એમ ?' - આવું ત્યાં મુનિને થયું. પોતે લબ્ધિવાળા હતા. સીધી વાત હતી કે અર્થ અમારી પાસે નથી' એમ કહેવાનું હતું. મુનિ તો બધે ધર્મલાભ જ દે. જીવતાંયે ધર્મલાભ દે અને મરતાંયે ધર્મલાભ દે. અહીં આવો તોયે ધર્મલાભ દે અને તમારે ઘેર આવે તોયે ધર્મલાભ દે. પોતે મરતાંયે ધર્મલાભ દે અને તમે મરવા પડો ત્યારે પણ ધર્મલાભ દે. મુનિ પાસે અર્થ કે કામના લાભ હોતા જ નથી.
સભાઃ આગંતુક આવી જાય, ધર્મલાભમાં બધું સમાય.
એની ગણના નહિ. બીજમાં ફળની ગણના. ખેડમાં અનાજની કિંમત, ઘાસની નહિ ! ઘાસ તો આવે તોયે ઠીક, ન આવે તોયે ઠીક, એના માટે હર્ષ - શોક ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org