________________
41
--
- ૧૧ : ઉપદેશનો હેતુ અને શેલિ - 31
-
૧૬૫
આજ્ઞા મસ્તકે ધરીએ છીએ એ દર્શાવવાનું ચિહ્ન ? જે હાથે ચાંદલા થાય, તે હાથે એ ભગવાનની આજ્ઞાની ઠેકડી કરનારા સાથે શેકહેન્ડ ન કરાય. પ્રભુએજ્ઞાની ઠેકડી કરનારા મોટા માણસ ગણાતા હોય, તો પણ એમ જ કહી દેવાનું કે “આપ મોટા, સાહેબ, શ્રીમાનું, પણ અમારા તો તમને દૂરથી નમસ્કાર. અમારે તો આગમ એ જ આધાર. જ્યાં આગમની આજ્ઞા હોય, ત્યાં જ અમારો આત્મા ઢળે, ન હોય ત્યાંથી તો ઊભગે. અમે તો ઇચ્છીએ છીએ કે ભવે ભવે તમારો સંસર્ગ ન મળે !”
આજ્ઞા, આજ્ઞારૂપે પરિણત થાય, આજ્ઞા જ મુક્તિનું કારણ છે એમ સમજાય, તો આજ્ઞાપાલનમાં આ દુનિયાની કોઈ ચીજ રોકી શકે તેમ નથી. ચક્રવર્તી સાહ્યબી મૂકે તે એમ ને એમ ? શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે “હે પ્રભુ ! અમારા મિત્ર છે, કે જે આપની આજ્ઞા ના રંગી હોય. બીજાની સાથે અમારે કાંઈ લાગેવળગે નહિ.” શ્રાવકને પણ મિત્રતા, સ્નેહસંબંધ કોની સાથે હોય ? વ્યવહારમાં પણ કોઈને મળવું પડતું હોય, તો કહી દે વ્યવહારની જ વાત કરજે. બીજી વાતનું મારે કામ નથી. જેઓ આથી વિરુદ્ધ વર્તનારા છે, તેઓ તિલકના મહિમાને સમજ્યા નથી અગર સત્ત્વશાલી નથી. આથી જ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા એમ સૂચવે છે – “જે સેવા કરનાર આજ્ઞા ન પાળે, તેની સેવા પણ શું કામની ?' આજ્ઞાની આરાધનાને બદલે વિરાધના કરનારા સેવક શાના? બહેતર તો એ છે કે આજ્ઞાની વિરાધના કરવા છતાં પણ પોતાને સેવક તરીકે ઓળખાવનારા, સેવકો હોવા કરતાં ન હોય તે સારા.
આજ્ઞાની આરાધનામાં મોક્ષ અને વિરાધનામાં તો સંસારમાં રખડવાનું જ. આજ્ઞાનો અમલ શક્તિના અભાવે મોડો થાય એ જુદી વાત છે, પણ માન્યતા તો કાયમ માટે જોઈએ જ. મુનિ માત્ર ધર્મલાભ જ આપે, અર્થ-કામલાભ ન આપે !
સમ્યગ્દષ્ટિ એમ તો જરૂર માને છે કે “જે સંસારમાં હું બેઠો છું તે સંસાર ખોટો જ છે, અને ત્યાજ્ય છે. એનો ત્યાગ એ જ સ્વીકાર્ય. સ્વીકાર્ય તો સંયમ જ.' - આ વાત તો રોજ કરવા જેવી છે. ભુલાય તો ? આપણો પાયો અને ખીલો તો આપણે રોજ સંભાળવો જ જોઈએ. સમ્યકુ ચારિત્ર ફળે ક્યારે ? સમ્યગ્દર્શન હોય તો જ ! માટે જ જ્ઞાનીએ કહ્યું –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org