________________
૧૬૪
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ –---
-
40
માટે કરું છું. શ્રી શ્રેણિક મહારાજાને પણ લાગ્યું કે ભગવાન કહે છે તે ખરું છે, ખરેખર, પાપાત્માઓ સીધા ઊતરી શકે એવા નથી હોતા. સુયુક્તિવાળા કરતાં કુયુક્તિવાળા વધારે છે. ફેર શું ? ફેર શું ? ફેર શું ? - એનો ઉત્તર તો શ્રી તીર્થકરદેવ પણ ન આપે. આપણો મુદ્દો એ છે કે જે નિમિત્ત મળ્યું, તેને આગળ કરીને ચાલવું. સેવા કરતાં આજ્ઞા પહેલી :
શાસ્ત્ર પાંચ કારણે કાર્ય કહ્યું, પણ સમ્યગ્દષ્ટિ આત્મા મોક્ષની સાધના માટે ઉદ્યમને જ પ્રધાન રાખે. આંધળાને વાગે તો પાપનો ઉદય કહેવાય, પણ દેખતાને વાગે તો પાપનો ઉદય ન કહેવાતાં, સામો એમ જ કહે કે “જોવું હતું ને !' જોઈને ચાલ્યો હોય, ચક્કર આવે અને પડી જાય, તથા વાગે તો પાપોદય કહેવાય. આથી તમારે સમજવું જોઈએ કે અનાદિથી લાગેલી આસક્તિઓનો ત્યાગ કરવા, પ્રબળ પ્રયત્ન કરવાની જ ખાસ જરૂર છે. જેઓ એમ કહેતા હોય કે “હાલમાં અમે તૈયાર નથી, છેવટે જોઈ લઈશું.' તેઓનું તે જાણે.
સભા : છેવટ ક્યારે ?
એમની દૃષ્ટિએ છેવટ લાગે ત્યારે. બધા એ તો સમજે છે કે આયુષ્યનો ભરોસો નથી. કોઈ અમરપટો લઈ આવ્યા જ નથી. પ્રશ્નકાર પોતે પણ પોતાને અમરપટો લઈ આવેલા માનતા નથી. દરેક એમ માને કે અનિચ્છાએ પણ મરી જવું પડે છે અને મરી જવું પડશે. મરણ નાનાને કે મોટાને જોતું નથી, રોગી કે નીરોગીને પણ જોતું નથી, વગર નોટિસે - વગર વોરંટે ચાલ્યા જવું પડે છે. આ લોકની કોર્ટ તો એટલીય સારી કે સમન્સ આવે, વકીલ કરાય, બચાવ કરવા દે, પણ અહીં કર્મસત્તા પાસે તો વકીલ-બકીલ કોઈ નહિ, કેસના પોઇંટ જ નહિ, આર્ગ્યુમેન્ટ જ નહિ. ન ફસ્યા હો ત્યાં સુધી બારી, ફસ્યા એ ફસ્યા. ફસેલાને છૂટવાની બારી મુનિરૂપી વકીલ બતાવે. પણ “ફાવે તેમ કરીએ અને મુનિની સહીથી છુટાય' - એ કાયદો નથી.
કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે “હે વીતરાગ ! તારી સેવા કરતાં આજ્ઞા પહેલી. તારી આજ્ઞાના પાલન વિના તારી સેવા મુક્તિ આપવાની નથી.” ચાંદલો એ શું છે ? પ્રભુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org