________________
439
- ૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિ - 31 –
-
૧૭૩
હું ક્યારે ? તારા જેવો થાઉં ત્યારે ! આ રાજ્ય ભવતરુનું બીજ છે, એવું જે ન માને તે અધમ છે અને હું એમાંયે અધમ છું. અધમમાંયે અધમ છું કારણ કે જાણવા છતાં પણ છોડતો નથી.'
સભા જાણે, બોલે અને કરે નહિ ?
આસક્તિનો રંગ એવો છે કે આત્માને છટકવા દેતો નથી. તે છતાં પણ સમ્યગ્દષ્ટિનું હૃદય તો ડંખ્યા જ કરે. સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ જ આ. જો છોડી શકે, તો તો સમ્યફચારિત્રી કહેવાય, પણ નથી બનતું માટે તો સમ્યગ્દષ્ટિ કહેવાય છે. એ ચક્રવર્તી થયા છતાં પણ, સાધર્મીઓને પોતાને રોજ ચેતવવાનું કહ્યું હતું. સંયોગો જ એવા રાખ્યા હતા કે ઉત્તમ નિમિત્ત મળી જાય કે આત્મા તરી જાય. વૈરાગ્ય થવા માટે આંગળી ઉપરથી મુદ્રિકા ખસે, એ કંઈ મોટું કારણ ન હતું. વીંટી ખસે એમાંથી એકદમ અન્યત્વાદિ ભાવનાઓ જાગે એનું કારણ શું? એ જ કે શુભ સંયોગોનું આલંબન અને શુભ ભાવનાઓનું સેવન.
એક આદમીની સહાયથી જે બે લાખ કમાય, તે જો એમ કહે કે પુણ્યથી કમાયો તો કૃતઘ્ન થઈ જાય.પુણ્યથી કમાયો એ ઠીક, એ વાત સાચી, પણ “આ ભાઈની કૃપાથી કમાયો’ એમ કહેવામાં કૃતજ્ઞતા છે. મુનિપણું અમુક ભાઈના નિમિત્તથી પામ્યા હોઈએ, તો જ્યારે જ્યારે જોઈએ ત્યારે કહીએ કે “તારક આ.” પણ તેમ કહેતાં પાછી મર્યાદા તો ન જ ભુલાવી જોઈએ. મર્યાદા ભુલાય નહિ અને ઉપકાર યાદ પણ રહેવો જોઈએ. ઉપકારીનું વિસ્મરણ એ આત્મહિતનું વિસ્મરણ છે. ભવસ્થિતિ પાકી એ વાત ખરી, પણ નિમિત્ત કોણ ? જો એકાંતે ભવસ્થિતિ માનીએ, તો તો શ્રી તીર્થંકરદેવને પણ નહિ મનાય. કહેનાર એમ પણ કહે કે ‘પુણ્ય હતું તો તીર્થકર મળ્યા, અમારામાં યોગ્યતા હતી તો પામ્યા, એમાં તીર્થંકરદેવનો શો ઉપકાર ?' પણ એમ ન કહેવાય. નિમિત્ત પણ બળવાન છે.
ભગવાનની હયાતીમાં એવા પણ આત્માઓ હતા, કે જેને માટે ભગવાને શ્રી શ્રેણિકને કહ્યું કે કપિલા દાન દે અને કાલસૌકરિક કસાઈ વધ બંધ કરે તો તારી નરક તૂટે. ભગવાનમાં પણ એ તાકાત નહોતી કે કપિલામાં દાનબુદ્ધિ પેદા કરે કે કાલસૌકરિક કસાઈના હૃદયમાંથી હિંસાનો ભાવ દૂર કરે. શ્રી શ્રેણિક મહારાજા જ્યારે કસાઈને હિંસા બંધ કરવાનું સમજાવીને કહે છે ત્યારે કસાઈ કહે છે કે, “આ ક્રિયા તો ધર્મ છે. જે લોકોને આ વસ્તુનો ખપ છે, તેના ઉપકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org