________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - 2
તો એ છે કે લક્ષ્મીવાળા એમાં આસક્ત રહી નરકે ગયા અને લક્ષ્મી વિનાનાએ એની મૂર્છા કરી એ પણ નરકે ગયા. જેણે મૂર્છા છોડી અને એ મૂર્છા છોડવા કે છોડ્યા પછી લક્ષ્મી પણ છોડી તે મુક્તિએ ગયા. સુયુક્તિઓ કરતાં કુયુક્તિઓ વધારે છે ઃ
સભા : લક્ષ્મીવાળા પણ મુક્તિએ ક્યાં નથી ગયા ?
જરૂર ગયા છે, પણ ચારે ? જ્યારે લક્ષ્મીની મૂર્છા છોડી ત્યારે જ. સભા : ઘણા એમ કહે છે કે, ભરત મહારાજાની માફક ભોગવી લીધા પછી જોશું.
શ્રી ભરત મહારાજાએ તો પછી પણ લાખો વરસ વિચરી ઉપકાર કર્યો છે. તમારે પછી કરવું હોય તો તમે જાણો, પણ ભોગવતી વખતે શ્રી ભરત મહારાજાની જેવી ભાવના હતી, તેવી ભાવના તો રાખશોને !
૧૭૨
સભા : એવી ભાવના ધરાવવામાં રસ નથી આવતો.
એ જ મોટો વાંધો છે. એ પરિસ્થિતિ જ આત્માનું અહિત કરનાર છે. આત્માનાં હિતકારી શાસ્ત્રો તો, દુનિયાદારીની ક્રિયાઓમાં રસ રાખવાની ના કહે છે જ, પણ શરીરનું હિતકારી વૈદકશાસ્ત્ર પણ કહે છે કે ‘રસ એ રોગનું કારણ છે.'
438
સભા : અતિરેક ન કરીએ અને પરિમિત રહીએ તો ?
પ્રમાણોપેત ક્યારે લેવાય ? આસક્તિ ઘટે તો કે એમ ને એમ ? શારીરિક વાતમાં પણ રસ લેતી વખતે, સ્વાદિષ્ટ ચીજ ખાતી વખતે તન્મય બનાય છે, તે વખતે શરીરની રક્ષા પણ ભૂલી જવાય છે, શ૨ી૨ની આબાદી યાદ રહી શકતી નથી, એ વાત તો અનુભવસિદ્ધ છે ને ? એમાં લીન થાય એટલે ચાર દિવસ પથારીએ પડે, પછી આઠ દિવસ સાજો રહે, પાછો રસમાં લીન થાય તો પાછો બીમાર થાય, માટે શરીરસ્વાસ્થ્યના પ્રેમીએ પણ રસની આસક્તિનો ત્યાગ કરવો જ જોઈએ. શરીર તો ક્ષણભંગુર છે, પાંચ પચાસ વરસે પણ જવાનું છે, ‘એક ગયું તો બીજું મળવાનું છે' - એમ કોઈ માને પણ આત્મા માટે શું ? ત્યાં ભૂલ્યા તો શું થાય ?
શ્રી ભરત મહારાજા જેવી ત્યાગની ભાવના કોને આવે ? શ્રી ભરત મહારાજાની પૂર્વની આરાધનાની વાત તો બાજુ ઉપર રાખો, પણ આ લોકની જ વાત જુઓને ! યુદ્ધપ્રસંગે જ્યારે શ્રી બાહુબલીજીએ સંયમ અંગીકાર કર્યું, ત્યારે શ્રી ભરત મહારાજાએ પગમાં પડીને કહ્યુ કે, ‘તે બાપનો દીકરો તું ખરો
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org