________________
૨૧૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - | 438. સભા : મોતીશા શેઠે આવાં મંદિરો બંધાવ્યાં, તો અમારી પાસે લક્ષ્મી હોય તો તેમ
કરીએ, એ ભાવના તો થાય ને ! લક્ષ્મી હોય તો, અગર થાય તો આવાં દેરાસર વગેરે કરું એ ભાવનાની વાત જુદી, પણ એ કરવા માટે લક્ષ્મી પેદા કરું એ ન થાય. લક્ષ્મી ઉપાદેય છે જ નહિ?
જે લક્ષ્મીના યોગે સોનાનાં મંદિરો બનાવે, તેના કરતાં એક દિવસના સંયમને ધરનાર પણ ઊંચા છે. એ બેની વચમાં સરસવ અને મેરુ જેટલું અંતર છે. વિષયાભિલાષી, ભવાભિનંદી આત્મા સંસારના આનંદને ઇચ્છે છે, પણ એનું વિષમ પરિણામ જોઈ શકતો નથી. એટલા જ માટે પૂછવું પડે છે કે લાલચ પણ કઈ દેવાય ? નાશક કે પોષક ? પથ્યની કે કુપથ્યની ? કહેવું જ પડશે કે નાશક નહિ પણ પોષક અને કપથ્યની નહિ પણ પથ્યની જ ! ધર્મની પ્રભાવના માટે પૈસો પેદા કરવામાં વાંધો નહિ, એમ થાય તો તો વેપારમાં ડરનારા પણ પછી તો વેપારમાં ઝપાપાત જ કરે.
મુનિ તો પ્રથમ સર્વવિરતિ બતાવે. સામો કહે કે, “તાકાત નથી, મારે તો ઘરમાં રહેવું પડે તેમ છે.' - તો પછી મુનિ દેશવિરતિ બતાવે, તેની પણ અશક્તિ બતાવે તો સમ્યકત્વ બતાવે, તેનીયે ના પાડે તો માર્ગાનુસારીપણું બતાવે, તેની પણ ના પાડે તો મુનિ બીજું શું કરે ? છેવટે મુનિ એમ કહે કે માર્ગાનસારીપણાની ભાવના રાખ !” કારણ કે, “માર્ગાનુસારીપણાનો અભાવ એ ઉન્માર્ગ છે' એથી મુનિ બીજું શું કહે ? મુનિ પાસેથી એ સિવાય બીજી કઈ વસ્તુની આશા રાખી શકાય ? ધર્મ માટે લક્ષ્મી કમાવાનો નિષેધ !
સભા : મુનિ કોઈને દેશવિરતિનું પચ્ચકખાણ આપે, તો બાકીની અવિરતિના એ . ભાગીદાર ખરા કે નહિ ?'
નહિ જ. કારણ કે, મુનિવરે તો પ્રથમ છયે કાયના જીવોની રક્ષા બતાવી હતી, પણ લેનારે ના પાડી અને કહ્યું કે, હું તો આટલું જ બંધ કરી શકું છું, પણ બાકીનું નથી કરી શકતો' – એટલે જેટલું એણે બંધ કર્યું. એમાં જ મુનિની અનુમોદના, ખુલ્લું રાખ્યું એમાં કાંઈ નહિ.
જૈનશાસન કહે છે કે, દુનિયાના આત્મા જે નિયમ કરે અને તેથી જે પાપ અટકે, ત્યાં જ અમારી અનુમોદના. પાપ ખુલ્લું રાખે ત્યાં લેશમાત્ર સંબંધ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org