________________
489
–- ૧૪ : દાનનું કારણ લક્ષ્મી કે મૂર્છા ત્યાગ – 34
–
૨૧૩
આથી કોઈ મુનિને આવીને કહે કે, “હમણાં બે લાખ કમાઈ લાવું છું એમાંથી દોઢ લાખ ધર્મમાં વાપરીશ અને પચાસ હજાર ઘરમાં રાખીશ.' તો પણ મુનિ તો લક્ષ્મીની અસારતા જ સમજાવે, કોને ખબર કે બે લાખ લાવતાં ચાર લાખની ખોટ ગઈ તો ! અને કદાચ મળી ગયા અને તે વખતે તે ગાંડો થાય તો ? લક્ષ્મી એવી ભયંકર છે કે “આવ્યા પછી ધર્મભાવના ક્યાં જાય છે ? – એનો પત્તો જ લાગતો નથી. ધર્મના નામે લક્ષ્મી કમાનારા, ધર્મને નામે ભણવા જનારા, પૂર્વકાળમાં પણ અને આજે પણ જોવા લાયક ન રહ્યા એ શાથી ? અર્થ-કામની આસક્તિ સાથે હતી માટે ! એનાથી બચનારા કેટલા ? અલ્પ, અને તે પણ લક્ષ્મીની મૂચ્છના ત્યાગના જ યોગે, પણ લક્ષ્મીના યોગે તો નહિ જ. એટલે લક્ષ્મી કોઈ પણ રીતે ઉપાદેય નથી જ, પણ હેય જ છે. લક્ષ્મી આવ્યા પછી મૂચ્છ ઊતરવી મુશ્કેલી આવ્યા પછી દાન દેવાય જ એમ ક્યાં બને છે ? મૂર્છા ઊતરે તો બને ને ! ખોટ જાય એ પાલવે, પણ મૂચ્છ ઊતરવી મુશ્કેલ. તો ધર્મ માટે લક્ષ્મી મેળવવી ઉપાદેય હોય, તો નિયાણું કરવામાં પણ વાંધો રહેતો નથી. પણ નિયાણાનો તો નિષેધ છે ને ! ધર્મ માટે લક્ષ્મીની જરૂર છે?
અજ્ઞાની માટે મુક્તિમાર્ગ ઉઘાડો છે જ નહિ. અજ્ઞાનીને જ્ઞાનીનો સંગ મળે તો એને મુક્તિ મળે અને કુસંગ મળે તો બિચારા ડૂબી જાય. આથી જ ગુરુ માટે ફરજ મૂકી કે “મહાવ્રતધારી અને ધીર બનો ! લોકની વાહવાહમાં ન તણાઓ ! બીજાને સારા માને એવી માન્યતામાં ન ખેંચો ! લોકનું સારું થાય તે કહો ! ભલે, થોડા પામે એની દરકાર નહિ, પણ જે કહો તે હિતકર જ કહો ! નવાણું ટકા ખરાબ પરિણામ અને એક ટકો સારું પરિણામ દેખાવ માત્રથી દેખાતું હોય તે ખાતર શાસ્ત્રનું આધું મૂકીને કંઈ પણ ન કહો ! ભિક્ષાથી જ આજીવિકા ચલાવો ! કાયમ સામાયિકમાં જ રહો ! સામાયિક એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રનો જેમાં લાભ થાય છે. એમાં જ રહો ! એના સિવાય કાંઈ ન બોલો ! ધર્મનો જ ઉપદેશ દો !” - જો ધર્મપ્રભાવના માટે લક્ષ્મીની જરૂર મનાય, તો રાજામહારાજા પણ કહેતા કે, ધર્મ માટે રાજ્યની જરૂર છે અને રાજ્ય કદી જ છોડતા નહિ. ચક્રવર્તી ચક્રવર્તીપણું છોડતા નહિ. માટે શાસ્ત્ર કહે છે કે, ‘ઉન્માર્ગની દેશના ન થાય એની કાળજી રાખો !” સાધુ પાસે અર્થ-કામની દેશનાની આશા તો અજ્ઞાની સિવાય કોઈ પણ ન રાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org