________________
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – 290 સભા : જો ધર્મપ્રભાવના માટે પૈસા પેદા કરવા એ ધર્મ હોય, તો સાધુ બનશે માટે
છોકરાં પેદા કરવાં એ ધર્મ ખરો ? લો, આ ભાઈએ બરાબર જવાબ આપ્યો. એકદમ આગળ ગયા. વાત સમજવા જેવી છે. પરંપરામાં ઊતર્યા તો પાપનો છેડો નહિ આવે. વારુ, દાનમાં પૈસો જોઈએ. પૈસા માટે આરંભ-સમારંભ બધું થાય એ ધર્મ કે અધર્મ ? સંયમની પુષ્ટિ માટે અનાજ જોઈએ તો ખેતી એ ધર્મ કે અધર્મ ? વસ્ત્રપાત્ર બધું જોઈએ, તો તેનાં તેનાં કારણો એ પણ ધર્મ ? પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ, મૈથુન, અને પરિગ્રહ, - આ પાંચેના ત્યાગમાં ધર્મ કહ્યો. દુનિયાના દરેક શુદ્ધ દર્શનકાર એ કબૂલ રાખે છે. એમાં પહેલાંનાં ચાર પાપ હિંસા, જૂઠ, ચોરી અને મૈથુન - એ ચારે પાપને લાવનાર પરિગ્રહ છે. એ ચારે પાપને વધારનારપરિગ્રહ છે. પરિગ્રહની વ્યુત્પત્તિ એ જ કે ચારે બાજુથી આત્માને ઘેરે, તે ભયંકર ગ્રહ. એ પરિગ્રહ કોઈ રાખે એની વાત જુદી, પણ “એના ત્યાગમાં જ ધર્મ છે'-એ વાતને જરા પણ પોલી કરવા માગો તો શું થાય ? મુનિ કઈ રીતે કહે કે, ધર્મને માટે પરિગ્રહની જરૂર છે?
ગૃહસ્થ કરેલા ધર્મકાર્યને સાધુ વખાણે પણ એની લક્ષ્મીને કે રંગરાગને સાધુ ના વખાણે. એણે લક્ષ્મીનો સદુપયોગ કર્યો એમ કહે, પણ લક્ષ્મી હતી માટે કર્યું - એમ મુનિ ન કહે. લક્ષ્મી હતી માટે જ ધર્મ થાય એમ નહિ, પણ લક્ષ્મીની મૂર્છા છૂટે તો જ થાય. નિમિત્ત લક્ષ્મી નહિ, પણ મૂનો ત્યાગ છે!
સભાઃ લક્ષ્મી ન હોય તો મૂર્છાનો ત્યાગ થઈ શકે ?
હા, લાલસાનો ત્યાગ, આશાનો ત્યાગ થાય. કોટ્યાધિપતિ દાન ન કરી શકે અને બે-પાંચ લાખવાળો કરે, એનું શું કારણ ? મૂર્છાના ત્યાગના યોગે. કોટ્યાધિપતિ મૂચ્છમાં પડેલો છે માટે નથી કરી શકતો. જો લક્ષ્મીના યોગે ધર્મ થતો હોય તો બધે જ થવો જોઈએ. કલ્પતરુ દાતારને કહ્યો, પણ કેવળ લક્ષ્મીવાનને ન કહ્યો. લક્ષ્મીવાન દાતાર પણ હોય, કૃપણ પણ હોય અને લૂંટારો પણ હોય. દાતાર થોડા અને કૃપણ વધારે. રાજામહારાજા શેઠશાહુકારોએ લક્ષ્મીથી ધર્મની પ્રભાવના કરી તે ત્યાગીના તથા ત્યાગના યોગે કરી, એટલે એ લક્ષ્મીનો પ્રતાપ છે જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org