________________
૧૫: ધર્મોપદેશ કટુ પણ હિતકર જોઈએ?
35
• હિતકર વસ્તુ અવશ્ય કહેવી : • ધર્મ અનુષ્ઠાન કરતાં
પુદ્ગલની અભિલાષાને છોડો ! • ભાવના યોગ્ય રીતે કેળવો ! • સ્થાન ઊંચું તેમ જોખમદારી વધારે :
પાપ પણ બેડી અને પુણ્ય પણ બેડી ! • પ્રભુને શા માટે પૂજવા ? • સત્ત્વશીલ બનો ! • લલિતાંગ કુમારનું ચરિત્ર :
વિષય : ધર્મોપદેશમાં પુનરુક્તિ દોષ નથી. અનુષ્ઠાનના પ્રકાર - પુદ્ગલની
અભિલાષાનો ત્યાગ એ જ ધર્મનું લક્ષ્ય. સ્થાનની જોખમદારી ... પૂજાનો
આશય.
હિતકર વાત કટુ હોવા છતાં રોજ કહેવી. પ્રિયાદિ હોય તો સારું પણ ન બને છતાં હિત થાય તો કટુ પણ બોલીને હિત સાધવું જ. ભવનો ભય પેદા થાય તો જ ધર્મ જચે. એ જ બાદ એના પ્રકાર જાણવાની ઇચ્છા થાય. અશુભ તજાય, શુભ ભજાય. સંસારરાગ ત્યજવો અને મોક્ષ માટે જ ધર્મ કરવો. આ બધી વાતોની સાથોસાથ જેમ સ્થાન ઊંચું તેમ જોખમ પણ વધુ એ મુદ્દો ખીલવવા ભગવાન શ્રી મહાવીર પ્રભુશ્રી પાર્શ્વનાથ, કુમારપાળ અને છેવટે બલિતાંગકુમારનું ચરિત્ર કહી છેવટે પંચતંત્રની શિકારી અને કબૂતરની વાર્તા દ્વારા ધર્મમાં દઢતા કેળવવી જોઈએ એ વાત જડબેસલાક બેસાડી છે.
મુવાક્ષાત
• દુનિયાના વિષયના પૂજારીઓ, એ માટે જ ધર્મ કરતા હોય તેઓ ધર્મને ક્યારે ઠોકર મારશે એ
કહેવાય નહિ. • હિતની આશા રાખીને સાંભળવા આવનાર પાસે, એની શરમમાં પડીને કે એનાથી લેવાઈ જઈને
હિતની વાત ન કહે, તો એના જેવો વિશ્વાસઘાતી બીજો કોણ ? • ઉન્માર્ગે લઈ જનારી દેશના સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા ! • ચમત્કારો માટે પૂજા કરનારો સમ્યત્ત્વની વાસનાનો લોપ કરી મિથ્યાત્વને વધારનારો છે. • જે ક્રિયાથી - વિષયનો વિરાગ થાય, કષાયનો ત્યાગ થાય, ગુણનો અનુરાગ થાય અને ક્રિયામાં
અપ્રમાદ થાય તે ધર્મ ! • જૈન ભલે આસક્તિયોગે ત્યાગ ન કરી શકે, પણ ધર્મ ઉપર આફત આવે ત્યારે તો અવશ્ય
ત્યાગ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org