________________
વ87 –– ૧૪ દાનનું કારણ લક્ષ્મી કે મૂર્છા ત્યાગ – 34 –– ૨૧૧ દાતાર હતા, તે લક્ષ્મીના યોગે કે લક્ષ્મી ઉપરની મૂછના ત્યાગના યોગે ? લક્ષ્મીને વળગેલો હોય તે દાન દે ? લક્ષ્મીને અનિત્ય, અસ્થિર, અને ત્યાજ્ય માની તો દીધીને ! લક્ષ્મી વિના ચાલે જ નહિ એમ માનનારથી દાન દેવાય?
લક્ષ્મી જો ધર્મ માટે મેળવવી, – એમ હોત તો તો પરિણામ એ થાત કે ધર્મ માટે લક્ષ્મી મેળવનાર આત્માની કિંમત ઊંચી અંકાત અને તેનો ત્યાગ કરનારની કિંમત ઓછી અંકાત. પણ તેમ નથી જ થતું. આથી સ્પષ્ટ જ છે કે દાન એ ધર્મ, પણ લક્ષ્મી એ ધર્મ નહિ. સાચું દાન લક્ષ્મી ઉપરની મૂર્છાના ત્યાગના યોગે જ થાય. દાનનું કારણ લક્ષ્મી નહિ, પણ લક્ષ્મી ઉપરની મૂર્છાનો ત્યાગ છે. ઉપદેશ દાનનો હોય, પણ લક્ષ્મી કમાવાનો નહિ.
સભા: લક્ષ્મી વગર દાન શાનું છે ?
ગમે તેમ કરીને પણ દાન દેવું એમ નથી કહ્યું. જો ધર્મ માટે લક્ષ્મી મેળવવી ઉપાદેય હોય , તો પછી “નીતિથી જ લક્ષ્મી મેળવવી' - એમ શું કામ ? તો તો પછી નીતિથી ન મળે તો અનીતિથી પણ મેળવો એમ જ ને ? ધર્મ માટે મેળવવી છે, તો આમ પણ ઠીક ને આમ પણ ઠીક, એમ ? પરિગ્રહત્યાગ એ પાંચમું મહાવ્રત છે. પરિગ્રહ રાખે નહિ, રખાવે નહિ અને રાખતા-૨ખાવતાને અનુમોદે નહિ. આ રીતે સર્વથા પરિગ્રહના ત્યાગી, મહાવ્રતધારી દાનને બદલે લક્ષ્મી કમાવાનો ઉપદેશ આપે, તો એમનું પાંચમું મહાવ્રત ખંડિત થાય કે નહિ ? સભા : છોકરાને લાલચ આપે તે રીતે ધર્મમાર્ગે લાવવા કહે તો ?
એ વાત ખરી કે, દવા માટે માતા બાળકને સાકરની ગાંગડી આપે, પણ વૈદ્ય કહી ગયો હોય કે સાકરની ગાંગડી કુપથ્ય છે, એ આપવાથી રોગ ફાટી નીકળશે, તો માતા સાકર આપે ? નહિ જ, બીજું આપે પણ સાકર તો ન જ આપે. એ જ રીતે ધર્મગુરુ પણ ધર્મ માટે સાકરની ટુકડી દે, પણ એ ટુકડી એવી ન દે, કે જે કુપથ્ય હોય. અર્થ અને કામ કુપથ્ય છે. મોટા વૈદ્ય એ કુપથ્ય આપવાની ના કહી ગયા છે. માતા પણ બાળકને ખોળામાં બેસાડીને સમજાવે કે, “સાકર મિઠી ખરી, પણ વૈદ્ય ના કહી ગયા છે. એમ કહી ગયા છે કે, એ ખાવાથી રોગ વધશે' - તો તરત બાળક પણ માની જાય. પણ માતા પોતે જ એમ કહે કે, “કંઈ રોગ વધતો નથી, ખાને !” તો શું થાય ? અહીં પણ મોટા વૈદ્ય અર્થ અને કામને કુપથ્ય કહી ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org