________________
૨૧૦ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - -
098
થાય ? માટે લક્ષ્મી હોય એનો સદુપયોગ કરવો એ ધર્મ : પણ લક્ષ્મી ધર્મ નહિ. કાદવમાં હાથ નાખીને ધોવો સારો કે ન નાખવો તે સારો ? હાથ નંખાઈ જાય તો ધોવો એ સારું પણ ધોવા માટે તો કાદવમાં હાથ ન નંખાયને ? હાથ કાદવવાળો થઈ જાય તો ધોવો જરૂર. પણ ધોવા માટે કાદવવાળો કરાય ? નહિ જ. તેવી જ રીતે સદુપયોગ માટે લક્ષ્મીરૂપ પાપમાં હાથ નાખવાનો નિષેધ છે. લક્ષ્મી મેળવ્યા બાદ લક્ષ્મીથી ધર્મ થાય એ વાત કબૂલ, પણ ધર્મમાર્ગે લક્ષ્મી વાપરવા માટે પાપ કરવું અને લક્ષ્મી મેળવવી એ ધર્મ નથી. સભાઃ “લક્ષ્મી આવે તો બધાં ધર્મકાર્યો થાય, માટે ‘લક્ષ્મી મેળવી પછી શાસનની
પ્રભાવના કરી, પછી સવવિરતિ લેવી' - એમ કોઈ કહે તો ? એમ કોઈ કહે તો પૂછી શકાય કે “એમ કરતાં કરતાં ખપી જાઉ, આયુષ્ય પૂર્ણ થઈ જાય તો શું થાય ? માનો કે જીવ્યો પણ, પણ લક્ષ્મી મળ્યા પછી લક્ષ્મીનો રંગ લાગી જાય અને ધર્મ ભૂલી જવાય તો શું થાય ?” લક્ષ્મી પામ્યા પછી ધર્મમાર્ગે વાપરનારા કેટલા અને રંગરાગમાં વાપરનારા કેટલા ? લક્ષ્મી પામ્યા પછી આત્મા કયાં વધારે ઝૂકે ? કેટલા ટકા આ તરફ વળે અને કેટલા ટકા પેલી તરફ વળે ? લક્ષ્મી ન હોય ત્યારે તો બધું ચાલતું, પણ લક્ષ્મી આવે એટલે તો પોઝીશન-મોભો વધે. પહેલા મહિને દશ રૂપિયે ચાલતું હોય, તો પછી ન ચાલે. પછી બધું વધે. એમાંથી નીપટે ત્યારે ધર્મસ્થાને આવે ને ! દાનનું કારણ લક્ષ્મી કે મૂર્છાનો ત્યાગ?
મંત્રીશ્વર શ્રી ઉદાયનના પુત્ર શ્રી આમ્રભટ્ટ ઘણા જ દાતાર હતા. એક વાર મહારાજા શ્રી કુમારપાળે શ્રી આદ્મભટ્ટને કહ્યું કે
'यं व्ययं भवान् कुरुते तादृक् कर्तुमहमपि न प्रभुष्णुः' ‘જે વ્યય તું કરે છે, તે વ્યય કરવાને હું પણ સમર્થ નથી. આના ઉત્તરમાં શ્રી આમ્રભટ્ટે કહ્યું કે
'एवंविधं व्ययं कर्तुं प्रभुर्न प्रभवति, यतोऽहं स्वामिबलेन व्ययं करोमि, स्वामी तु कस्य बलेन ? अतो मयैवेयट्रव्यव्यय: साधीयान् क्रियते ।'
આવા પ્રકારનો વ્યય કરવા માટે સ્વામી સમર્થ ન જ થાય. કારણ કે, હું તો સ્વામીના બળે વ્યય કરું છું, પણ સ્વામી કોના બળથી કરે? આથી
આટલો બધો દ્રવ્યવ્યય મારાથી જ સાધ્ય કરી શકાય.' આથી મહારાજા શ્રી કુમારપાળ ખુશ થઈ ગયા. આ આમ્રભટ્ટ આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org