________________
485 – ૧૪ દાનનું કારણ લક્ષ્મી કે મૂચ્છ ત્યાગ - 34 - ૨૦૯ જેઓ ગૃહસ્થધર્મ માને છે, તેમનું એ માનવું ખોટું છે. ગૃહસ્થધર્મ એટલે દેશવિરતિ ધર્મ અથવા સત્વ ધર્મ અથવા માર્ગાનુસારીપણાના ગુણરૂપી ધર્મ. જેટલી વિરતિ એટલો ધર્મ : જેટલો સંયમ એટલો ધર્મ જેટલું માર્ગની સન્મુખપણું એટલું જ ધર્મનું સન્મુખપણું. ગૃહસ્થધર્મ એટલે સમ્યક્ત્વમૂળ બાર વ્રત, અથવા સમ્યગ્દર્શન અથવા માર્ગાનુસારીપણું . બાકીનો અધર્મ ! દરેકથી સાધુપણું ન બની શકે, માટે દેશવિરતિ : દેશવિરતિ પણ જેનાથી ન બની શકે તેને માટે કેવલ સમ્યકૃત્વ અને તેનો પણ જે સ્વીકાર ન કરી શકે તેને માટે માર્ગાનુસારીપણું ! અર્થાત્ ધર્મ વિના કોઈ પણ ન રહે એવો અનંત જ્ઞાનીનો આશય. માટે સામાન્યમાં સામાન્ય આત્મા માટે પણ સામાન્યમાં સામાન્ય ધર્મની યોજના શાસને કરી.
સાધુ માર્ગાનુસારિતા આપે એમાં પણ શું કહે ? પહેલો ગુણ ચારસંપન્ન વિમવઃ' એમાં વિભવ પેદા કરો એમ કહે ? નહિ, એટલા માટે તો કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીને ખુલાસો કરવો પડ્યો કે, વિભવ શબ્દ તમારા ઘરનો (અનુવાદ) છે અને ન્યાયસંપન્ન શબ્દ અમારા ઘરનો છે. એટલે કે શ્રી જિનેશ્વરદેવના ઘરનો છે. તમારા ઘરમાં અમારું ઘાલવાની આ મહેનત છે. તમારા ઘરમાં તો તમે હોશિયાર છો જ. આ મોટો ફરક સમજાઈ જાય તો સ્થિર બનતાં વાર કેટલી ? “શ્રી તીર્થંકરદેવે તીર્થની સ્થાપના તારવા કરી છે, નહિ કે ડુબાડવા !' - આટલો નિશ્ચય પાકો થવો જોઈએ. નીતિથી પણ પૈસા પેદા કરવામાં પાપ જ ન હોત, તો ત્યાગી થવાનું પ્રયોજન પણ શું હતું? સભા કહે છે કે, પૈસા હોય તો શાસનનો ઉદ્ધાર થાય, પણ બધા સાધુ થઈ જાય તો
શું થાય ? સારું થાય. સાંભળનાર ડાહ્યો હોય તો કહે કે, “બધા સાધુ બની જાય એવું તું શા આધારે કહે છે ? ચક્રવર્તીના માથાના મુકુટ ઉતરાવનાર જ્ઞાનીઓ, શ્રી તીર્થકરદેવો પણ બધાને સાધુ ન કરી શક્યા, તો બીજો કોણ કરી શકે ?” આ વસ્તુ સામે એક પણ દલીલ નથી કે જે ટકી શકે. બધા સાધુ થાય તો ઉત્તમ, પણ થવાના જ ક્યાં છે ? જો ધર્મ માટે વિત્ત જરૂરી મનાશે, એમાં ઉપાદેય બુદ્ધિ આવી જશે, તો તો પછી ધર્મ સૂઈ જશે અને વિત્ત જ પ્રવેશી જશે. શાસ્ત્રોએ, જ્ઞાનીઓએ વારંવાર પોકારી પોકારીને કહ્યું છે કે, “લક્ષ્મી હોય છે, ત્યાજ્ય છે' છતાંયે, મૂચ્છ નથી ઊતરતી, તો પછી એમાં ઉપાદેય બુદ્ધિ આવ્યા પછી તો શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org