________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો २
‘ગૃહસ્થપણું’ એ ધર્મ નહિ પણ ‘દેશવિરતિ’ એ ધર્મ છે ઃ
આપણે એ જોઈ ગયા છીએ કે, આપણે શ્રી જિનેશ્વરદેવોની બધી આજ્ઞાઓ ન જાણી શકીએ, કેમ કે મહાપુરુષો પણ બધી આજ્ઞા ન જાણી શક્યા, તો આપણે કયાંથી જાણી શકીએ ? પણ કઈ આજ્ઞા શ્રી જિનેશ્વરદેવોની હોય અને કઈ ન હોય, કેવી આજ્ઞા હોય અને કેવી ન હોય, તે તો જાણી શકીએને ! ફલાણા શેઠ આવું જ કહે, આવું તો ન જ કહે - એમ ખાતરીથી કહી શકો છો, તેમ ત્યાગની અખંડમૂર્તિ સમા શ્રી વીતરાગ દેવની આજ્ઞા કઈ હોય અને કઈ ન હોય, એ તો જરૂ૨ જાણી શકાય ! એટલુંયે ન હોય તો તો પછી ઓષદૃષ્ટિવાળા જ કહેવાઈએ. એટલે કે અવિવેકપણે જેમ કરતા હોઈએ તેમ કરીએ, જેમ ચાલતું હોય તેમ ચાલવા દઈએ. એ સમ્યગ્દષ્ટિપણું ન કહેવાય.
૨૦૮
શાસ્ત્રની બધી વાત, દલીલ, યુક્તિ - આ બધું તમે ન જાણતા હો, પણ આટલું તો તમે જાણોને કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જગતમાં ધર્મતીર્થ સ્થાપ્યું શું કામ ? તીર્થની ચાવી ગીતાર્થ એવા ત્યાગીઓના જ હાથમાં શું કામ રાખી ? અને તે તારકના અનુયાયી ત્યાગીઓએ કહ્યું શું ? આ વાતમાં એકમત થયા, કે તમને વસ્તુ સમજતાં વાર નહિ લાગે.
484
ભગવાને ચાર પ્રકારનો સંઘ કહ્યો અને બે પ્રકારનો ધર્મ કહ્યો. ધર્મ બે પ્રકારનો કહ્યો : સર્વવિરતિ તથા દેશિવરતિ અથવા સાધુધર્મ તથા ગૃહસ્થધર્મ. સમજો, જે રીતે સર્વવિરતિની સ્થાપના કરી, તે જ રીતે દેશવિરતિની સ્થાપના કરી કે બીજી રીતે ? જેઓ સર્વવિરતિ ન લઈ શકે, એમણે દેશિવરતિ લેવી જોઈએ - એ માટે કે થોડાએ પણ દેશિવરિત લેવી જ જોઈએ એ માટે ? સર્વવરિત તો બધાએ લેવી જ જોઈએ, પણ ૫૨મ જ્ઞાનીએ જોયું કે સર્વવિરતિ બધા લઈ શકે તેમ નથી, તેથી જેઓ તે ન લઈ શકે તેમને માટે દેશિવરતિ ધર્મ કહ્યો. આ સમજો તો તો દેશવિરતિનો આગ્રહ લૂલો થઈ જાય.
શ્રી જિનેશ્વરદેવનો ઇરાદો તો બધાને સર્વવિરતિ દેવાનો છે. કારણ કે, બધાને મુક્તિએ જવાની ભાવના છે અને મુક્તિનો તો આ એક જ ઉપાય છે. ગૃહીલિંગે મુક્તિ થાય તો પણ સર્વવિરતિ વિના તો નહિ જ. સર્વવિરતિ ન લઈ શકે એના માટે દેશવિરતિ, એ પણ ન લઈ શકે એના માટે સમ્યક્ત્વ, એ પણ ન લઈ શકે એના માટે માર્ગાનુસારીપણું. ઘરબાર માંડવાં, રંગરાગ કરવા,-એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org