________________
૧૪ : દાનનું કારણ લક્ષ્મી કે મૂર્છા ત્યાગ 34
૨૦૭
ભાવના થશે. શીખેલું બોલ્યે નહિ ચાલે, પણ હ્રદયનું મનન જોઈએ. ત્યારે કહો મનુષ્યજન્મ પામીને ક૨વાનું શું ?
483
I
સભા : કર્મક્ષય.
એ તો મોટી વાત કરી. એ તો ધ્યેય - એ જવાબ, તો ‘શા માટે કરવું ?’ એ પ્રશ્નનો છે. કરવું શું ? કરવા યોગ્ય શું ? અંગીકાર કરવા યોગ્ય શું ? સેવન કરવા યોગ્ય શું ? એક જ વાત કે સેવવા યોગ્ય તત્ત્વત્રયી અને અંગીકાર કરવા યોગ્ય રત્નત્રયી ! સુદેવ, સુગુરુ અને સુધર્મ તે તત્ત્વત્રયી અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્ચારિત્ર એ રત્નત્રયી - દેવ, ગુરુ અને ધર્મ એમાં ‘સુ’ તો બેઠેલું જ. સુદેવ, સુગુરુ અને સુધર્મ તેમજ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યચારિત્ર. જ્યાં સારું ત્યાં એના સામા પક્ષે ખોટું હોય જ, અસલની સામે નકલ હોય જ. જ્યાં ‘સુ’ હોય ત્યાં સેવાભાવ રહે. ‘સુ’ ન હોય ત્યાં સેવાભાવ ન રહે. જો રહે તો ડહાપણ તો નહિ જ. ખોટો રૂપિયો લેવામાં ડહાપણ ખરું ? નહીં જ. સમ્યગ્દષ્ટિ એવા હોય કે ઊલટું જુએ કે તરત અવાજ થાય કે ‘આ ન જોઈએ.’ એનું હૃદય એવા વિચારમાં જ લીન હોય છે. પરસ્પર અનુરાગ હોય તો સહચારીના વિચારો પરસ્પર એકસરખા જ આવે. જે વસ્તુનું બહુ રટણ એની જ ઝાંખી થયા કરે. આ નિશ્ચય એવો દૃઢ હોય કે જ્યાં ત્યાં શિર ન ઝૂકે. જ્યાં ઝૂકવું જોઈએ ત્યાં જ ઝૂકે. એ અભિમાન નથી. આ ન હોય તો એ આદમીપણાને લાયક નથી. શિર એટલે ઉત્તમાંગ : એ જ્યાં ત્યાં ન ઝુકાવાય.
ભેંસાશાના વાળની વાત જાણો છોને ! કહેવાય છે કે, એમની માતા પરદેશ ગયાં ત્યારે ભેંસાશાએ પોતાની મૂછનો વાળ આપ્યો હતો, અને કહ્યું કે, આ વાળ જ્યાં આપશો ત્યાં દ્રવ્ય મળશે. ભેંસાશાના વાળના પણ પૈસા મળતા. વાંકો પણ ભેંસાશાનો વાળ ! એ વાળથી એમની માતાને પૈસા મળ્યા. એ જોઈ એક બીજો માણસ પણ એ રીતે લેવા ગયો. સામો વેપા૨ી કહે કે‘આ વાળ તો વાંકો છે,' એટલે પેલા બીજા ભાઈ કહે કે ‘લે બીજો' એમ કહીને બીજો વાળ તોડ્યો. વેપારીએ તરત કહી દીધું કે-જેને પોતાની મૂછના વાળની કિંમત નથી, એની દુનિયાને શી કિંમત !' વસ્તુની કિંમત વિનાનો આદમી એ આદમી નથી. વસ્તુની કિંમત થયા બાદ તો હૃદય તથા શિર જ્યાં ત્યાં ન જ ઝૂકે : ઝૂકવા યોગ્ય હોય ત્યાં જ ઝૂકે. તત્ત્વત્રયી સેવ્ય છે અને રત્નત્રયી ઉપાદેય છે. આ તત્ત્વત્રયીની સેવા અને રત્નત્રયીનો સ્વીકાર, -એ જ એક મનુષ્યજન્મનું સાચું કર્તવ્ય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org