________________
૨૦૭
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મના પાંચ આશયો જણાવ્યા છે. ૧- પ્રણિધાન, ૨- પ્રવૃત્તિ, ૩. વિધ્વજય, ૪- સિદ્ધિ અને ૫- વિનિયોગ. પ્રણિધાન એટલે કર્તવ્યનો નિશ્ચય. એ થાય તો જ યોગ્ય પ્રવૃત્તિ થાય. પ્રવૃત્તિ શરૂ થઈ એટલે વિઘ્નો આવે જ. પ્રવૃત્તિમાં મહેનત ઘણી છે. વિધ્વજય કરવાની તાકાત હોય તો જ સિદ્ધિ થાય અને પછી જ વિનિયોગ થાય. ખરી મુશ્કેલી પ્રવૃત્તિમાં જ છે. પ્રણિધાન મજબૂત હોય તો પ્રવૃત્તિ પણ મજબૂત થાય, પણ પ્રણિધાન પોલું હોય તો ? નિશ્ચય તો પાકો જોઈએ જ ને ! “કરવા યોગ્ય વસ્તુ હોય તો તે આ જ છે' - એવો નિશ્ચય તો જોઈએ જ. એ નિશ્ચય હોય તો પ્રવૃત્તિમાં વાંધો ન આવે. પ્રણિધાન શિથિલ હોય તો - “આ ઠીક કે આ ઠીક, આ જરૂરી કે આ જરૂરી, આમાં આત્મશ્રેય કે આમાં આત્મશ્રેય - આવી ડગુમગુ દશા હોય અને ત્યાં સુધી પ્રવૃત્તિ સીધી બને નહિ. પ્રવૃત્તિ કરવા જાય તોયે વિપ્નના ધસારાથી પાછા હતા ત્યાં ને ત્યાં આવે.
પ્રણિધાન માટે પુસ્તકિયું જ્ઞાન જોઈએ જ એવું ન માનતા. પૂર્વના જ્ઞાન સંસ્કારયોગે પણ પ્રણિધાન બળવાન બને છે. સંસ્કારયોગે થયેલા પ્રણિધાનથી પણ આત્માને કુદરતી રીતે જ નિશ્ચય થાય કે, આના સિવાય ઉદય નથી. એ વાત પોતાની મેળે જ સમજે એ આત્મા પાપથી કુદરતી રીતે કંપે, અને એથી જ એની પ્રવૃત્તિ એવી પ્રબળ થાય કે ગમે તેવાં વિઘ્નો એની સામે કામ કરી શકે નહિ. વિપ્નો આવવાનાં જરૂ૨. એમાં જીત મેળવનારા અલ્પ, કારણ કે, વસ્તુસ્વરૂપનું ભાન ઘણા ઓછાને હોય છે. અહીં ટકવું સહેલું નથી. મનુષ્યજન્મનું કર્તવ્ય શું?
કલ્યાણ માટે ઉત્તમ માર્ગ કયો ?' – એનો પાકો નિશ્ચય થઈ જાય એ જ સમ્યગ્દર્શન. “શું કરવું એટલે કે કર્તવ્ય શું? અને એ કરવું તે “શા માટે ?' એ બે વાતનો નિશ્ચય બરાબર જોઈએ. કોઈ પૂછે કે, મનુષ્યજન્મ પામીને કરવા યોગ્ય શું ? શું કરીએ તો મનુષ્યજન્મ સફળ થાય ? – આ પ્રશ્નો જો હૃદયમાં દટાઈ ગયા હોય તો સ્વાભાવિક ઉત્તર નીકળે. જેમ નામ દઈને કોઈ બોલાવે છે અને ઉત્તર દેવાય છે, તેમ બોલી જવાય.
પ્રણિધાન એટલે કર્તવ્યનો નિશ્ચય. એ કરવાથી આનંદ આવશે, અને એ પછી ધર્મરૂપ કર્તવ્યનું સુંદર રીતે સેવન થશે. અને એ જોઈને બીજાને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org