________________
૧૪ : દાનનું કારણ લક્ષ્મી કે મૂર્ચ્યાત્યાગ ?
વિઘ્નો શ્રેયકાર્યને દીપાવે છે :
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી ફરમાવે છે કે, કલ્યાણના અર્થી આત્માએ સુખ માટે શ્રી અરિહંતદેવના વચનનો અનુયોગ કરવો જોઈએ. કારણ કે, એ સિવાય વિવેકની પ્રાપ્તિ થતી નથી, અને એ વિવેકની પ્રાપ્તિ વિના હેય તથા ઉપાદેય પદાર્થના સ્વરૂપનું જ્ઞાન નથી થતું. એ જ્ઞાન વિના રાગ, દ્વેષ તથા મોહ ઘટતા નથી, એ ન ઘટે ત્યાં સુધી દુઃખ દૂર થતું નથી, અને એ દુઃખ દૂર ન થાય ત્યાં સુધી ઇચ્છિત સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. સુખના સાધન માટે શ્રી અરિહંતદેવના વચનના અનુયોગ સિવાય બીજો એક પણ રસ્તો નથી. એ વચનના અનુયોગને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. ‘૧-ધર્મકથાનુયોગ, ૨- ગણિતાનુયોગ, ૩- દ્રવ્યાનુયોગ, ૪- ચરણકરણાનુયોગ.' પ્રથમના ત્રણે અનુયોગનું મૂળ ચોથો અનુયોગ છે. ત્રણે અનુયોગોની સાર્થકતા ચોથા અનુયોગ ઉપર છે. ચોથા અનુયોગ વિના ત્રણે અનુયોગો લગભગ નિષ્ફળ જેવા છે, ચારે અનુયોગોમાં મુખ્ય ચરણકરણાનુયોગ છે. એ ચોથા યોગનું વધુમાં વધુ વર્ણન શ્રી આચારાંગસૂત્રમાં છે. શ્રી ગણધ૨દેવે પહેલી રચના આ સૂત્રની કરી. આ સૂત્રના કહેનાર ભગવાન શ્રી મહાવીરદેવ તથા રચનાર શ્રી ગણધરદેવ છે.
શ્રી આચારાંગસૂત્ર એ પરમપદની પ્રાપ્તિમાં હેતુભૂત છે, માટે એ મંગલમય છે. મંગલમય ક્રિયામાં વિઘ્નો હોય છે. વિઘ્નોની પરંપરા હોય છે. લખવામાં એ વિઘ્ન છે. લખવામાં જો વિઘ્ન હોય, તો એ આચારને અમલમાં મૂકવામાં વિઘ્ન આવે એમાં તો પૂછવું જ શું ?
મોટા પુરુષોને પણ કલ્યાણકારી કાર્યોમાં વિઘ્નો ઘણાં આવે છે. અપમંગળ કાર્ય કરનારાને, અકલ્યાણક૨ કાર્ય કરનારાને વિઘ્ન નડતાં નથી, કારણ કે તે સ્વયં અપમંગળરૂપ છે, સ્વયં વિઘ્નરૂપ છે. ધોળામાં ડાઘ દેખાય, પણ કાળામાં ડાઘ ઓછો જ દેખાય ? મંગલમય ક્રિયામાં વિઘ્ન આવે, એથી એની કિંમત ઘટતી નથી પણ વધે છે. વિઘ્નો તો મંગળમય કાર્યને દીપાવે છે. વિઘ્નોથી તો મંગળમયતા વધુ ખીલે, કચરો બળી જાય છે, એટલે વસ્તુની વધુ શુદ્ધિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org