________________
૯૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
-
386
અને ટૂંકું આયુષ્ય હોય તો ઝટ આરાધીએ. આ ભાવના હતી. બેયને આરાધવાની જ ભાવના. - શ્રી પઘરથરાજાને ભરયુવાનીમાં વૈરાગ્ય આવ્યો, એ વખતે ગાદી છોડી એમણે અભિગ્રહ કર્યો કે, શ્રી વાસુપૂજ્ય સ્વામી પાસે જઈ સંયમ ન લઉં, ત્યાં સુધી આહારપાણીનો ત્યાગ. સંયમ લેવા ચાલ્યા, ત્યારે રસ્તામાં દેવતાઓએ ખૂબ પરીક્ષા કરી અને છેવટે કહ્યું કે :
‘તવાદપિ કદાખT !મદાવાદ પાર . स्वच्छन्दे भुंश्व तद्भोगान्, का धीर्यद्यौवने तपः । निशीथकृत्यं कः प्रातः, कुर्यादुद्योगवानपि ।। २ ।। यौवने तदतिक्रान्ते, देहदौर्बल्यकारणम् ।
गृह्णीयास्त्वं तपस्तात ! द्वितीयमिव वार्द्धकम् ।। ३ ।।' “હે મહાભાગ! હજુ પણ તારું આયુષ્ય મોટું છે અને તું યુવાન છે, માટે તું સ્વચ્છંદપણે ભોગોને ભોગવ, તને એવી કઈ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, કે જેના યોગે તું આવા યૌવનમાં તપ કરવા તૈયાર થયો છે ? ઉદ્યમી પણ એવો કોણ હોય, કે જે રાત્રિના કૃત્યને પ્રાતઃકાળે કરે? માટે હે વત્સ! તું યૌવન ચાલી ગયા પછી દેહની દુર્બળતામાં કારણભૂત, બીજી વૃદ્ધાવસ્થા
જેવા તપને-દીક્ષાને ગ્રહણ કરશે.' આ પ્રમાણે દેવતાના કથનને સાંભળી, તત્ત્વવેદી મહારાજા પધરથ કહે
'राजोचे यदि बह्वायु-बहुपुण्यं भविष्यति । जलमानेन नलिनी-नालं हि परिवर्धते ।।१।। लोलेन्द्रिये यौवने हि, यत्तपस्तत्तपो ननु । તાત્રે ર દિ, શૂર: શૂર: સાતે પારા' જો બહુ આયુષ્ય છે તો ઘણું પુણ્ય થશે, કારણ કે કમલિનીનું નાલ પાણીના પ્રમાણથી જ વધે છે અને ખરેખર ચપળ ઇંદ્રિયોવાળા યોવનની અંદર જે તપ તે જ ખરો તપ છે. કારણ કે, ભયંકર અસ્ત્રો જેમાં
ચાલી રહ્યાં છે, તેવા રણમાં જે શૂર હોય તે જ શૂર કહેવાય છે.' વિચારશો તો મહારાજા પદ્મરથે આપેલા આ ઉત્તરમાંથી તમે ઘણું જ સમજી શકશો. જો “આત્માનું કલ્યાણ શામાં છે તે અને આત્મા તથા શરીરનો ભેદ સમજાઈ જાય, તો જ મહારાજા પદ્મરથે કહેલી વાત સમજી શકાય તેમ છે, આત્માનું શ્રેય શરીરને હાનિ પહોંચાડે જ, એવો એકાંત કાયદો નથી અને કદાચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org