________________
387
– ૭ : આત્માને સબળ બનાવશે ! - 27 -
--
૯૧
હાનિ પહોંચે તો પણ વાંધો નથી. ભલે પહોચે, કારણ કે મળ્યું છે તેથી સારું મળવાનું છે. સંયમની આરાધનાથી શરીર જાય, તો પણ આનાથી કેટલાય ગણું સારું મળવાનું છે. શરીરની સેવા કરતાં તો આત્માનું તો ગયું, પણ શરીર પણ ગયું કેમ કે ફરી એવું પણ મળવાનું નથી. વિચાર કરો તો બધું સમજાય. વિચારો કે' ‘મારું શું ?'
સભા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર.
જો આ સમજાઈ જાય તો તો કામ જ થઈ જાય, પણ જ્યાં જડ વસ્તુઓની આધીનતા હોય ત્યાં શું થાય ? પ્રભુનું શાસન પામીને તો એક જ કામ કરવાનું છે અને તે એ જ કે જ્યાં સુધી આપણે સંસારમાં રહેવું પડે, ત્યાં સુધી જડ વસ્તુઓની સાથે રહેવા છતાંય, તેની જ મારફ આપણે આપણું કામ લેવાનું છે. આપણાં જ મન, વચન અને કાયા, જે પુદ્ગલની સાધનામાં રાચ્યાં છે, તેને આત્માની સાધનામાં રાચતાં કરવાનાં છે. સંયમ, શરીર દ્વારા સધાતું હોવાથી, તેને આહારાદિક આપવાની ના નથી, પણ તે જ્ઞાનીપુરષોએ બાંધેલી વિધિ મુજબ જ, નહિ કે એની મરજી મુજબ ! જો આત્મા જડને પર માને, અને પોતે જાગ્રત થઈ જાય, તો જડ તો તેની આગળ શક્તિહીન જ છે. શક્તિ, આત્માની વધારે કે જડની ?
આત્મા દબાયો હોય ત્યારે જડની શક્તિ વધારે. ધારો કે, બે આદમી સરખા વીર છે, એકસરખા બળવાન છે. એમાં એક આદમી અજ્ઞાન હોવાથી બળને વેડફે અને એક આદમી જ્ઞાની હોવાથી બળનો સદુપયોગ કરે. જે જ્ઞાની છે તે સ્વાધીન છે અને અજ્ઞાની છે તે પરાધીન છે. નબળો ને બળિયો લડે ત્યાં શું થાય ? નબળો ગાળ દે અને બૂમરાણ કરે, બળિયો તો અવસર જોઈ કોઈ ન જુએ તેમ એક ઠોંસો મારે. પેલો ફરી ગાળો દે, જે આવે તે એને ગાળો દેતો જુએ, એટલે એને લડે અને પેલા લોક જાય એટલે વળી પેલો બળિયો ઠોંસો મારે, થાકે કોણ ? ગાળ દેનારો થાકે.
એક ગામમાં વઢકણી બાઈ હતી. રાજ્ય કાયદો કરી આપ્યો કે એની સાથે વારાફરતી ઘર દીઠ દરેકે લડવું. એ લડનારીને કોઈ લડનાર જોઈએ. એ રાજ પણ જુદી જાતનાં, એવાં પણ રાજ હોય. બધા ખોટી ન થાય માટે વારાફરતી ઘર દીઠ લડવાનો કાયદો કરવામાં આવ્યો. વારા મુજબ જેનો વારો હોય ત્યાં પેલી લડવા જતી. એક દિવસ જેને ઘેર વાર હતો, ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org