________________
:5
985 –૭: આત્માને સબળ બનાવો ! - 27 – ૮૯ છે, - એ સમજો બેઠા છો, ત્યાંનું સ્વરૂપ નહિ સમજાય, ત્યાં સુધી અસર નહિ થાય. જ્ઞાનીનાં આવાં વચનો સામે કયો આત્મા ટક્કર ઝીલશે ? એમાં શંકા હોય અને કોઈ સંસારમાં સુખ બતાવે, તો જ્ઞાનીને એ પણ આગ્રહ નથી, પણ જ્ઞાનીએ પોતાની અનંતજ્ઞાનરૂપ દૃષ્ટિથી નિહાળ્યું, ખૂબ જોયું કે આત્માને જે સુખની આવશ્યકતા છે, તે સુખ સંસારમાં કોઈ પણ જગ્યાએ દૃષ્ટિમાં આવતું નથી. માટે તો જ્ઞાનીએ કહ્યું કે સંસાર દુઃખમય છે, દુઃખફલક એટલે જેનું ફળ પણ દુઃખ છે એવો છે, અને દુઃખાનુબંધી એટલે કે દુઃખની પરંપરાવાળો છે. જ્ઞાનીએ તો આ વાત કહી અને આપણો આત્મા પણ સાક્ષી પૂરે છે, અનુભવગમ્ય છે, અરે વગર અનુભવે પણ વિચારશો તો સમજાશે કે “જરૂર છે તો એવો જ.” એટલે એ વાતમાં તો મૂંઝવણ હોવી જ ન જોઈએ.
મરણ માથે છે, એ નિશ્ચિત થતું નથી એના વાંધા છે. નિશ્ચિત નથી થતું એટલે? કયારે આવે છે. કહેવાનું એ છે કે મરણને માટે ધર્મનિષ્ઠ થઈ એવા તૈયાર રહેવું જોઈએ કે એને ફાવે ત્યારે આવે. દરકાર નથીઃ ભલે આવે.સાધવાનું સાધી લઈ એવા તૈયાર રહેવું, કે તેથી મરણનો પણ ડર ન રહે. પણ ખોટા બહાદુર ન બનતા.
રંગરાગ અને મોજશોખ આદિમાં રત રહી અર્થકામની સાધનામાં એકતાન બની હિંસાદિક પાપરૂપ અને પાપજનક પ્રવૃત્તિઓમાં નીડરતાપૂર્વક મચ્યા રહેનારા, મરણનો ભય મૂકી દે એ બહાદુર નથી, પણ અજ્ઞાન, નફકરા અને નઘરોળો છે.
આજે કોઈ જ્ઞાની કહે કે, આયુષ્ય સો વર્ષનું છે તો શું કરો ? ત્યાં સુધી તો મરણ છે જ નહિ, માટે નવ્વાણું વરસ, અગિયાર મહિના, ઓગણત્રીસ દિવસ અને ત્રેવીસ કલાક શું કામ કરવું ? આ ત્રેવીસ કલાક તો હું જરા ડરતાં ડરતાં કહું છું હોં ! બસ એ જ વિચાર કે છેલ્લી ઘડીએ કરશું, અને આજે કોઈ એમ કહે કે બે દિવસનું આયુષ્ય છે, તો “ઓ બાપ ! હવે શું થશે ? હાય, હવે કોણ ખાશે અને કોણ પીશે? કોણ પહેરશે અને કોણ ઓઢશે?” આ દશા થાય છે. કેવી ભયંકરતા ? આવાઓનું કલ્યાણ કેમ કરીને થાય ? મારું શું? એ વિચારો !
આથી આજે જો કોઈ આયુષ્ય કહેનાર હોય, તો પણ જીવન જોખમમાં છે. પૂર્વપુરુષો તો કહેતા કે લાંબુ આયુષ્ય હશે તો આરાધના વિશેષ કરીશું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org