________________
{ આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં વ્યાખ્યાનો ભાગ-૨ )
પ્રાસ્તાવિકમ
આચારાંગ સૂત્રનાં વ્યાખ્યાનો કરતાં પ્રથમ ભાગના પ્રવચનોમાં પૂ. આચાર્ય પ્રખર શ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજાએ કરેલ ટીકાના મંગલાચરણના આધારે જૈન શાસન કેવું જયવંતુ છે? કેવું અનુપમ છે ? વગેરે બાબતો અંગે નિર્દેશ કર્યો હતો. શાસનના અનેક વિશેષણોના આધારે સવિગત શાસનની મહત્તા વિચારાઈ હતી. ત્યારબાદ જયવીયરાય - પ્રાર્થના સૂત્રમાં વર્ણવાયેલ ધર્મના પાયા સ્વરૂપ “ભવનિર્વેદની માંગણીને વિગતથી ચર્ચવાપૂર્વક અન્ય અન્ય માંગણીઓ અંગે ઊંડાણથી વિચાર કરી શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનની પીઠિકા રચવામાં આવેલ.
આ ભાગમાં પરલોકની ચિંતા, ભવનો ભય, જિજ્ઞાસાનું સ્વરૂપ, સંસાર અને મોક્ષ સુખમાં રહેલો તફાવત વગેરે બાબતોનો પ્રારંભિક પ્રવચનોમાં વિચાર કરી મંગલાચરણના શ્લોક અને તેની વિશદ્ વ્યાખ્યાના શબ્દોના સથવારે આગળ વધી ચાર પ્રકારના અનુયોગો, આત્માની બળવાનતા, ચરણકરણનું મહત્ત્વ, લોકવિરુદ્ધ અને લોકવિરોધ શબ્દોનો મર્મ, મર્યાદાની અનિવાર્યતા, ઉપદેશના કારણો અને પ્રકારો વગેરે બાબતો સચોટ નિરૂપાઈ છે.
ત્યારબાદ મંગળવાદના જ એક ભાગ સ્વરૂપ શ્લોકની વિચારણાંતર્ગત સન્માર્ગ-ઉન્માર્ગનું સ્વરૂપ, વિધ્વજય, દાનની પાછળનો આશય, ધર્મોપદેની રીત, મહામંગળ એક જિનાજ્ઞા જ જેવા વિવિધ વિષયો પર પ્રકાશ પાથરી અંતિમ પ્રવચનમાં મંગળવાદને પરિપૂર્ણ કરતાં આજના જમાનાની હવામાં ધર્મ માની બેસનાર' કેવી રીતે ભીંત ભૂલ્યા છે, એ વાત ખૂબ જ અસરકારક શૈલીમાં રજૂ કરી છે.
આ ભાગના પ્રવચનોમાં અર્થ-કામની દેશનાની અનર્થકારિતા, વિરોધથી ગભરાયે મુક્તિ ન થાય, શુદ્ધ પ્રરૂપણા ગુણથી સૂરિવરોની તીર્થકર તુલ્યતા, ગુણરાગની જરૂર, સંઘની પૂજ્યતા, પ્રણિધાનાદિ પાંચ આશયો, પાંચ અનુષ્ઠાનો, સામાયિક, ધર્મ કોણ કહી શકે અને કોને કહી શકાય વગેરે અનેક શાસ્ત્રોક્ત વસ્તુઓ વર્ણવાઈ છે.
આ ભાગમાં સળંગ-૨૧ થી ૩૭ ક્રમાંકનાં કુલ મળી ૧૭ વ્યાખ્યાનો છે.
V
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org