________________
૧૭ : જમાનાની હવામાં ધર્મ નથી - 37
૨૪૩
વિદ્યાના આપનાર પ્રત્યે એને બહુમાન હોય છે, વિદ્યા આપનારની આજ્ઞાનો અમલ કરવા તે તૈયાર હોય છે, અને બતાવેલ અનુષ્ઠાનની ક્રિયા ગમે તેવી કઠિન હોય તો પણ મરણની પણ પરવા ન કરતાં તે સાધે છે. વિદ્યાની સાધના વખતે સાધક જો અનુષ્ઠાન ભૂલે, વિધિ ભૂલે અને આજ્ઞા ભૂલે તો વિદ્યાસિદ્ધિ ન થાય. તેમ આ મુક્તિના સાધક બનનારે પણ, સિદ્ધપુરુષ પ્રત્યે હૃદયનો સદ્ભાવ રાખવો જ પડશે, બહુમાન કરવું જ પડશે અને આશા ઉઠાવવી જ પડશે ! તથા અનુષ્ઠાનની આરાધના માટે સર્વસ્વ સમર્પવું જ જોઈશે. ગમે ત્યારે, ગમે તે ક્ષેત્રમાં, ગમે તે કાળમાં, ગમે તે સંયોગોમાં સિદ્ધપુરુષની આજ્ઞામાં મક્કમ રહી બતાવેલાં અનુષ્ઠાન નહિ આરાધાય, ત્યાં સુધી સિદ્ધિ નહિ થાય.
519
ચોથા આરામાં જેટલા મોક્ષે ગયા, તે પણ સાધક બનીને જ ! પાંચમામાં અહીંથી નથી જઈ શકાતું, તેનું કારણ એ જ કે, આજ્ઞાનું સંપૂર્ણ પ્રકારે પાલન નથી થઈ શકતું. કોઈ પૂછે કે ‘ત્યારે હવે અનુષ્ઠાન સાધવાં શા માટે ? તો કહેવું કે, સામર્થ્ય મેળવવા માટે, જેથી ભવાંતરમાં તથાપ્રકારના સંયોગો મળે, કે જેથી સંપૂર્ણપણે આરાધી શકાય અને મુક્તિ થાય.' પૂરી સામગ્રી નથી મળી એટલી કમનસીબી માની, પુણ્યયોગે જેટલી સામગ્રી મળી છે તેની સાધના કરી, સાધ્યસિદ્ધિને સહેલી બનાવવાની ઘણી જ જરૂર છે. માટે સંપૂર્ણ શક્તિ કે સઘળાં સાધનના અભાવે, વસ્તુની શક્ય સાધનાનો પણ નાશ કરવાની મૂર્ખાઈ ન કરવી, એ જ હિતાવહ છે.
પૂજામાં જે ઉત્તમ દ્રવ્યો જોઈએ, તે ન મેળવી શકાય તો અશક્તિ બતાવો, પણ ‘એના વિના ચાલે' - એમ ન કહો. જો એમ કહેવાની ભાવના આવે, તો જે થોડું પણ થાય તે પણ કિંમત વિનાનું થઈ જાય, અને પછી પરિણામે સાધકતા પણ ચાલી જાય.
સભા ઃ મુક્તિનો રસ્તો તો બંધ છે ને ?
:
મુક્તિનો રસ્તો બંધ નથી. મહાવિદેહ ક્ષેત્રમાં મુક્તિએ જવાનું ચાલુ જ છે. અહીં આ કાળમાં તથાપ્રકારનાં સાધનો નથી, પણ તેવાં સાધનો ભવાંતરમાં મળે તેવા પ્રયત્નોનાં સાધનો તો મોજૂદ છે જ. તે સાધનોને સાધવા માટે પણ જોઈતી સાધકદશા તો આવવી જોઈએ. એ તો ચોક્કસ જ માની રાખવું કે, જ્ઞાનીઓએ ઉપદેશેલાં સાધનોની સાધના વિના, સાધ્યની સિદ્ધિ નથી જ થતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org