________________
૨૪૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
સિદ્ધ છે, કારણ કે, જ્ઞાની પુરુષોએ પણ કહ્યું છે કે, અજ્ઞાની આત્મા ઘણી વર્ષકોટિઓએ કરીને (કરોડ વર્ષમાં)જે કર્મ ખપાવે છે, તે કર્મને મન, વચન અને કાયારૂપ ત્રણે ગુપ્તિઓથી ગુપ્ત થયેલો આત્મા, એક શ્વાસોશ્વાસ કરીને ખપાવે છે.
અને
મંગલ' શબ્દનું નિર્વચન - “મારા આત્માને સંસારથી ગાળી નાખે તે મંગલ અથવા ‘જેનાથી શાસ્ત્રને વિઘ્ન ન થાય' અગર તો ‘શાસ્ત્રનો નાશ ન થાય તે મંગલ’ - આ પ્રમાણે છે. બાકી
આ મંગલના વિષયમાં અનેક પ્રકારના આક્ષેપો (પ્રશ્નો) અને તે આક્ષેપોના પરિહાર (ઉત્તર) વગેરે અન્ય શાસ્ત્રોથી જાણવા યોગ્ય છે. સાધના વિના સાધ્યની સિદ્ધિ નથી જ થતી !
શ્રી ટીકાકાર મહર્ષિએ આદિ મંગલમાં ‘ભગવાનના વચનના અનુવાદને મંગલ તરીકે ઓળખાવેલ છે. એ ઉપરથી સાધક દશાનું આખું સ્વરૂપ તારવી શકાય છે. “પ્રભુના વચનનો અનુવાદ, એ આત્માને સંસારસાગરથી તારનાર છે.' – એ વાતને સમજનાર આત્મા, આ ઉપરથી ઘણું ઘણું સમજી શકે તેમ છે.
પ્રભુવચનના અનુવાદને મંગલ તરીકે ઓળખાવેલ છે. એમાંથી ત્રણ વસ્તુ તારવી શકાય તેમ છે.
એક તો તેમાં વસ્તુના કહેનાર ભગવાન શ્રી મહાવીરદેવનું સ્મરણ થાય છે.
બીજું કહેલું જ કહેવું એ ધ્વનિત થાય છે, અને ત્રીજું એ કે કલ્યાણ તે અનંતજ્ઞાનીના કથનને અનુસરવામાં જ છે.
“૧- પરમ ઉપકારી તારક પુરુષનું વાતવાતમાં સ્મરણ, ૨- તેની આજ્ઞા ઉપર અચળ વિશ્વાસ, અને ૩- તે જ કરવાનું, કે જે એ તારક પુરુષે ફરમાવ્યું.” આ ત્રણ વસ્તુ જેના અંતઃકરણમાં અંકાઈ જાય, તે ખરેખરો ભાગ્યવાન આત્મા છે.
આ વીસમી સદીના કહેવાતા વિજ્ઞાનવાદના જમાનામાં, આત્મમુક્તિના માર્ગની આ સાધનદશા જ લુપ્તપ્રાયઃ થતી જાય છે, અને એ ઘણી જ ભયંકર બીના છે. જો મુક્તિરૂપ સાધ્યની સિદ્ધિ કરવી હોય, મુક્તિરૂપ સાધ્ય સાધવું હોય, તો સાધક બનવું જ પડશે. સાધક તે છે, કે જેને સિદ્ધપુરુષ પ્રત્યે પૂરો સદ્ભાવ હોય, સિદ્ધપુરુષની એકેએક આજ્ઞા પાળવાને જે આતુર હોય અને સિદ્ધપુરુષે ઉપદેશેલ એકેએક અનુષ્ઠાનને ઉલ્લસિત હૃદયે, જે સેવનાર અને સાચવનાર હોય. વ્યવહારમાં પણ વિદ્યાની સાધના કરનાર સાધક શું કરે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org