________________
ses
- ૧૭ : જમાનાની હવામાં ધર્મ નથી - 37
– ૨૪૭
એવા આપણા માટે આજ્ઞાધીનતાની આવશ્યકતા કેટલી હોવી જોઈએ? આજ્ઞાહીન ક્યારે ન રહેવું પડે ? જ્યારે શ્રી જિનેશ્વર બનીએ ત્યારે એ ભવમાં ! છતાં એમને પણ દીક્ષાકાળ વખતે લોકાંતિક દેવો આવીને કહે છે કે “હે ભગવાન ! બોધ પામો, જગતના જીવોના હિતાર્થે ધર્મતીર્થ પ્રવર્તાવો !” ભગવાન તો બધું જાણતા હતા, છતાં ભગવાને એમ ન કહ્યું કે “અમે કંઈ નથી જાણતા ?” દીક્ષા લેવા જાય ત્યારે કુલવૃદ્ધાઓ સર્વોત્તમ હિતશિક્ષાઓ આપે છે અને પ્રભુ સાંભળે છે. શિખામણના શબ્દોની પ્રભુ પણ ઉપેક્ષા કરતા નથી. બધા જાણે છે કે પ્રભુ વિરાગી છે, પણ ઉમળકો આવ્યા વિના રહે નહિ, એમને એમ થાય જ કે અમારા કુળમાં જન્મેલો આત્મા ઊંચામાં ઊંચે સ્થાને જાય.
જૈનકુળના વૃદ્ધો કોણ ? વૃદ્ધ તે, કે જે આખા કુળને ધર્મના અંકુશમાં રાખે. વડીલોના આશ્રય નીચે રહેવાનું નાનાને ફરમાન કર્યું, તે હેતુપૂર્વક છે. વડીલોની આજ્ઞા માનવી એ વાત તો પકડી લીધી, પણ વડીલે કેવા બનવું તે વાત છોડી દીધી. એ વાતને નેવે ચડાવી. માતા-પિતા તથા વડીલની આજ્ઞામાં રહેવું જોઈએ, એ શા માટે ? વડીલો બાળકના હિતાહિતને સમજી શકે છે અને બાળકને હિતાહિતની ખબર પડતી નથી માટે ! તો પછી વડીલોએ વડીલ બનવાનો પ્રયત્ન કરવો પડે કે નહિ ?
ભગવાને તો બધુંય કહ્યું : વડીલની આજ્ઞા માનવાનું પણ કહ્યું અને વડીલે કેવા બનવું એ પણ કહ્યું. ભક્તિ, વિનય, મર્યાદા સંબંધી પણ કહ્યું. બધામાં ભગવાને મર્યાદા બાંધી કે નહિ ? વિનય કહ્યો, પણ બધેય નમવાનું ન કહ્યું ! ક્યાં નમવું ? જ્યાં નમવા યોગ્ય હોય ત્યાં ! ભક્તિમાં પણ મર્યાદા, અરે મર્યાદા સાચવવામાંયે મર્યાદા ! મર્યાદા ક્યાં સુધી સાચવવી, તે માટે મુનિને કહ્યું કે, ગુરુ કાગડાને ધોળ કહે, દિવસને રાત કહે, રાતને દિવસ કહે : તો પણ શિષ્યપ્રમાણ' કહે, કબૂલ કરે, પણ ક્યારે ? ગુરુ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં હોય તો ! શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેતા ગુરુ અયોગ્ય કહે જ નહિ, એટલે તેઓ જે કહે તેમાં જરૂર મહત્ત્વનું કારણ હોય જ. ગુરુ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં હોય ત્યાં સુધી બધું જ કબૂલ, નહિ તો નહિ જ. મર્યાદા બધે. આ મર્યાદાનું પાલન ન કરીએ, તો જૈનત્વ ખીલે શી રીતે ?
જૈનકુળના આચાર-વિચાર કાયમ હોત, તો જોઈતું જ શું હતું ? એમાં બધું જ હતું, પણ આજે એનું જ ઠેકાણું નથી અને એના નાશના જ પ્રયત્નો ચાલી રહ્યા છે. જૈનકુળના આચાર શોધવા નીકળીએ, તો બહુ થોડે જ ઠેકાણે જોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org