________________
કn
- ૧૯ : અશાની આધીનતા એ મહામંગળ - 36
- ૨૩૫
પતિયામિ' | આ ભાવના દઢ થાય તો સિદ્ધિ થાય. આ ન થાય ત્યાં સુધી કોઈનીયે તાકાત નથી કે ઊંચકીને સુખમાં મૂકી દે. સિદ્ધપુરુષ તો માર્ગ બતાવે. એ માર્ગ રગે રગે રૂચવો જોઈએ, રમવો જોઈએ, એ માર્ગે ચાલવું જોઈએ ! શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાના બે શિષ્યોને એવો પ્રસંગ આવ્યો હતો કે જિનમૂર્તિ ઉપર પગ મૂકે તો જ પ્રાણ બચે એ વિના બચવાની બારી નહોતી. રાજા વિરુદ્ધ, પ્રજા વિરુદ્ધ, માત્ર આ બે જ આહત હતા. મર વરં વા તત્ર પરિમોનું વરં? શું કરવું? મરવું કે પગ મૂકવો? હાલ પગ મૂકીને પછી પ્રાયશ્ચિત્ત કરી લઈશું, એવી ભાવના એમને ન આવી. ‘જીવતો નર ભદ્રા પામશે' - એવું એમના દિલમાં ન આવ્યું. જે જિનમૂર્તિ ઉપર પગ મૂકે, તે પછી શું ન કરે ? એ બેય મુનિઓ મર્યા, પણ પગ ન મૂક્યો.
શ્રી અરિહંતદેવના વચનના અનુયોગના સાધક બને, તે કાર્યસિદ્ધિ કરે. સાધકે બીજું બધું ભૂલવું જ પડશે, માત્ર સાધ્યને જ યાદ રાખવું પડશે. માનપાન, ખ્યાતિ, હું, અમે, મારું, આ બધું ભૂલવું પડશે. જ્યાં ધર્મ ન હોય ત્યાં હું, અમે, અને મારું નહિ! ધર્મ ત્યાં હું, ધર્મ ત્યાં અમે, અને જે ધર્મનું તે મારું ! એમાં ભેદ પડે તો શું થાય ? સાધક બને એને માટે તો બધું જ સહેલું થાય છે. શાસનમાં દ્વાદશાંગી કોની ચાલે?
શ્રી અરિહંતદેવના વચનના અનુયોગને ચાર ભાગમાં વહેંચ્યો છે. ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગ ! પ્રથમના ત્રણ અનુયોગો, ચોથાની સિદ્ધિ માટે છે. ચોથાની પ્રાપ્તિ થાય તો એ ત્રણે સફળ. એના વિના આ ત્રણે સફળ થતા નથી. તત્ત્વની વાતો કરે. આશ્રવનું આ સ્વરૂપ, સંવરનું આ સ્વરૂપ, બંધ આવી રીતે પડે , નિર્જરા આ પ્રકારે થાય અને મોક્ષ આવી રીતે મળે, - આવી વાતો કરવા માત્રથી કોઈ કાળે કોઈની મુક્તિ થાય? આ ખાવું અને આ પીવું, - એમ બોલવા માત્રથી પેટ ભરાય ? આશ્રવ છોડાય, સંવરને સ્વીકારાય, બંધથી બચાય, નિર્જરાની ક્રિયા આવે, ત્યારે મુક્તિ થાય! પ્રથમના ત્રણ અનુયોગો તો આશ્રવ સંવરાદિકનું સ્વરૂપ બતાવનારા છે, પણ તમે આશ્રવથી જરા પણ ખસો નહિ, સંયમનો લેશ પણ સ્વીકાર કરો નહિ. તો પછી નિર્જરાની તો વાત જ ક્યાંથી હોય ? અને તે વિના મુક્તિ પણ શી રીતે થાય ? આ ચોથા ચરણકરણાનુયોગનું મુખ્ય પ્રતિપાદક શ્રી આચારાંગસૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org