________________
૨૩૬
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨
એ પરમપદની પ્રાપ્તિમાં હેતુભૂત છે. માટે જ વિઘ્નમય છે. કલ્યાણકર વસ્તુ સામે જ વિઘ્નોનો ભય છે. આચારને અમલમાં મૂકતાં તો વિઘ્ન આવે, પણ લખતાંય વિઘ્ન આવે. મંગલમય કામ માટે વિઘ્ન !
આત્માને સંસારથી તારે તે મંગલ. એમાં પણ દેવતા છળે. બુદ્ધિનો ભ્રમ થાય એવી વિઘ્નપરંપરા છે. એ વિઘ્નોને ભેદી, કાર્યસિદ્ધિ કરવા માટે શરણ કોનું લેવું ? વિઘ્ન રોકવા માટે શ૨ણ કોનું લેવું ? એનું જ. આખા આચારાંગમાં આવનારાં બધાં જ મંગળ છે, પણ પહેલા સૂત્રમાં આ સૂત્રને કહેનાર શ્રી વીરપ્રભુનું – કહેનારનું સ્મરણ છે, આજ્ઞાને આધીન રહેવાનો સ્વીકાર છે, અને આ આજ્ઞામાં જ આત્માનું કલ્યાણ છે એવો નિર્ધાર છે. આ સૂત્ર કહેનાર ભગવાન શ્રી મહાવીરસ્વામીજી છે અને રચનાર ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી છે. દ્વાદશાંગી કોની ચાલે ? જે ગણધરદેવ છેલ્લા નિર્વાણ પામે તેમની ! છેલ્લા નિર્વાણ પામે એ ગણધરદેવની દ્વાદશાંગી શાસનમાં ચાલે. પહેલા નવ ગણધર તો ભગવાનની હયાતીમાં જ મુક્તિપદે ગયા હતા. શ્રી ગૌતમસ્વામી પછી ગયા અને શ્રી સુધર્માસ્વામી સૌથી છેલ્લા મુક્તિપદે ગયા. ભગવાન શ્રી મહાવીરસ્વામીની પહેલી પાટે કોણ ? શ્રી સુધર્માસ્વામીજી ! શાન ગુરુને આધીન છે !
512
પહેલા સૂત્રમાં ભગવાન શ્રી સુધર્માસ્વામીજી કહે છે કે ‘આયુષ્યમાન એવા ભગવાન શ્રી મહાવીરદેવે આ પ્રમાણે કહ્યું છે. એ એમની સેવામાં રહેતા એવા મેં સાંભળ્યું છે.’ આટલું ન કહેત અને - ‘હું કહું છું’ – એમ કહી દેત તો ? ‘હું’ પદ ક્યારે લગાડાય સ્વયં અનુભવથી કહેવાતું હોય તો ! અનુભવ એમનો, કથન એમનું, પામ્યો ત્યાંથી, અને ‘હું' કહું છું’ - એમ કહેવું, એ તો ગુરુનો અપલાપ છે. ગુરુની અવજ્ઞા છે. ‘નિહ્નવર્ણ’ દોષ છે. જ્ઞાનાચારના આચારોમાંના એકનો ભંગ છે. જ્ઞાન લેનારે વિનીત બનવું જોઈએ. જ્ઞાનના અર્થીએ ગુરુના અભિપ્રાયને સમજવાની કોશિશ કરવી જોઈએ. ગુરુની આકૃતિ, પ્રકૃતિ, ચેષ્ટા ઉપરથી ગુરુના અભિપ્રાયને સમજતાં શિષ્ય શીખવું જોઈએ. જ્ઞાન ગુરુને આધીન છે. ગુરુની પ્રસન્નતા હોય તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. ગુરુના હૃદયનો, સ્વભાવનો, પ્રકૃતિનો અભ્યાસ કરવો જોઈએ. વિનય ચારે થાય ? ગુરુને અનુકૂળ વર્તાય તો કે પ્રતિકૂળ વર્તાય તો ? ગુરુની જરૂર કેટલા પુરતી છે ?
સભા : મોક્ષ માટે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org