________________
301
૨ : હેય અને ઉપાદેયનો વિવેક
-
22
Jain Education International
છોડ્યો ? છોડ્યા વિના દેખાય ? ચશ્માથી દેખાય તેવું સુખ થોડું જ છે ? અનુભવ વિના ન દેખાય. ‘સાકર કેવી ?’-એમ પૂછનારને કહેવું જ પડે કે ‘મોઢામાં મૂકી જો !’ ‘દીક્ષામાં સુખ કેવું ?’-અનુપમ ! અનુભવ કરવો હોય તો લઈ જુઓ એટલે માલૂમ પડે. ‘મોક્ષનુ અનંત સુખ કેવું ?’-એમ પૂછનારને જ્ઞાનીપુરુષોએ એ જ ફરમાવ્યું કે ‘સંસારના સુખથી અનંતગણું છે, અનુપમ છે, વચનાતીત છે, એકાંતિક અને આત્યંતિક છે.’-‘સંયમનું સુખ કેવું ?' તો કહું છું કે આવો ને જુઓ ! પણ મારાપણું મૂકીને આવજો. ત્યાંથી એ સાથે લઈને આવશો તો જાતે મરશો અને બીજાને મારી નાખશો. સંસારની બધી બદબૂ છૂટે ત્યારે જ સંયમની સંપૂર્ણ ખૂશબૂ આવી શકે.
સંસારના ભય વિના ધર્મપ્રેમ ન જાગે :
૨૫
જેટલી સંસારની ભીતિ, તેટલી ધર્મની પ્રીતિ ! જેટલો સંસારનો ભય, તેટલો ધર્મનો પ્રેમ ! જેટલા પ્રમાણમાં સંસારનો ભય થાય, તેટલા પ્રમાણમાં ધર્મનો પ્રેમ થાય ! જેટલા અંશે દુર્ગંધી જાય, તેટલા અંશે સુગંધી આવે ! જેટલા અંશે દાંડાઈ જાય, તેટલા અંશે આબરૂ વધે !-આ તો વ્યવહારની વાત છે ને ! દાંડાઈમાં સમજો છો ને ? જેટલા પ્રમાણમાં વચનની એકતા, તેટલા પ્રમાણમાં પ્રતીતિ જામે : જેટલા પ્રમાણમાં વાયદાસર આપવાની ચિંતા, તેટલા પ્રમાણમાં શાહુકારી. દેવાળિયો પૂછે કે ‘મને કેમ કોઈ ધીરતા નથી ?’ આના ઉત્તરમાં એ જ કહી શકાય કે ‘લાવો એના દૂધે ધોઈને આપો, આવું પાંચ, દશ, પચીશ વખત કરો, એટલે સહુ કોઈ ધી૨શે : બાકી વગર આપ્યું એમ ને એમ ધીરવાનું કહો તે ચાલી શકે તેમ નથી.' તેમ જ જેટલા અંશે ખોટું જાય, તેટલા અંશે સત્ય ઘૂસે અને જેટલા અંશે અસંયમ જાય, તેટલા અંશે સંયમ પ્રગટ થાય. આ જ કારણથી પરમોપકારી ટીકાકાર મહર્ષિએ પીઠિકામાં જ શરૂઆતમાં જ સંસારની અસારતા બતાવી.
ખરેખર વાત એ છે કે સંસારની અસારતા સમજાવ્યા વિના ધર્મ સમજાવી શકાતો નથી. સંસારની અસારતા સમજાય એટલે ધર્મ માગવા આવે, પણ તેને પોતે જ્યાં બેઠો છે, તે ખોટું દેખાવું જોઈએ ! આત્મા આત્માના સુખને ઓળખતો નથી માટે જ સંસારમાં સુખ માને છે. વિષયના ત્યાગના સુખનો અનુભવ નથી,
For Private & Personal Use Only
www.jainelibrary.org